Get The App

વડોદરામાં ચેતક બ્રિજ પર ગેસ લાઈન લીકેજથી ભીષણ આગ, એક કલાકની જહેમત બાદ કાબૂ

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ચેતક બ્રિજ પર ગેસ લાઈન લીકેજથી ભીષણ આગ, એક કલાકની જહેમત બાદ કાબૂ 1 - image

Vadodara : વડોદરા શહેરના હરણી અને સમા વિસ્તારને જોડતા ચેતક બ્રિજ પર આજે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ભીષણ આગની ઘટના સામે આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ અંદાજે 30 ફૂટ જેટલી ઊંચે સુધી જોવા મળી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતા જ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું અને સુરક્ષાની દ્રષ્ટિએ બ્રિજ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા માટે સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો.

આ દરમિયાન ગેસ સપ્લાય તાત્કાલિક બંધ કરવામાં આવતા આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનો પ્રકોપ નજીક આવેલી વિશ્વામિત્રી નદીની કોતર પાસેના ઝાડી-ઝાંખરમાં પણ ફેલાયો હતો, જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.