Get The App

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ 1 - image


Ahmedabad Fire News : અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે વહેલી સવારે આગની એક મોટી ઘટના બની છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા સેવ બનાવવાના એક કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

વહેલી સવારે સર્જાયો અગ્નિકાંડ

અમદાવાદના કાલુપુર બ્રિજના છેડે અને શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે આવેલા સેવ બનાવવાના કારખાનામાં આજે વહેલી સવારે 2:23 કલાકે 'અંગાર કોલ' (આગનો મેસેજ) મળ્યો હતો. કારખાનામાં રહેલા જ્વલનશીલ પદાર્થો અને તેલના કારણે આગએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ફાયર બ્રિગેડનું મેગા ઓપરેશન

આગની ગંભીરતાને જોતા શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી તાત્કાલિક મદદ બોલાવવામાં આવી હતી. જેમાં નીચે મુજબના વાહનો અને અધિકારીઓની મદદ લેવામાં આવી હતી. 

ગોમતીપુર: મિની ફાઈટર અને બાઉઝર.

પાંચકુવા: મિની ફાઈટર.

નરોડા: 2 ગજરાજ (વોટર ટેન્કર).

મણિનગર: 1 ગજરાજ સાથે STO અને SO અધિકારીઓ.

થલતેજ: DO બારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલુ.

હાલની પરિસ્થિતિ

ફાયર ફાઈટરો દ્વારા ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ કારખાનામાં રહેલો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી.