વડોદરા,જેતલપુર રોડ પર રહેતા શખ્સના ઘરમાંથી સી.આઇ.ડી.ક્રાઇમની ટીમે ૮૬.૩૧ લાખનો ગાંજો કબજે કર્યો છે.
સી.આઇ.ડી.ને માહિતી મળી હતી કે, શહીદખાન પઠાણે વાત્સલ્ય ફ્લેટ, જેતલપુરરોડના પોતાના મકાનમાં ગાંજો રાખ્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૨,૪૬૬ કિલો ગાંજો કિંમત રૃપિયા ૮૬.૩૧ લાખનો કબજે કર્યો હતો. પોલીસે ગાંજો, વજન કાંટો, રોકડા ૩.૩૬ લાખ તથા પૈસા ગણવાનું મશીન સહિત કુલ ૮૯.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


