Get The App

જુની પેન્શન યોજનામાં પાત્રતા ધરાવતા હોવા છતાં ઘણા શિક્ષકો લાભથી વંચિત

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
જુની પેન્શન યોજનામાં પાત્રતા ધરાવતા હોવા છતાં ઘણા શિક્ષકો લાભથી વંચિત 1 - image

શૈક્ષિક મહાસંઘના નવ સંવર્ગના પ્રશ્નો ઉકેલ માંગે છે

વિદ્યાર્થીલક્ષી અને કર્મચારી લક્ષી નિર્ણયો થવા છતાં અમલવારી નહીં થતાં મુખ્યમંત્રીને રજુઆત

ભાવનગરરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનાં ૯ સંવર્ગના પ્રશ્નો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા વખતો વખત રજુઆતો કરવા છતાં અમલીકરણ બાકી રહી જાય છે. જેનું યોગ્ય કાયમી નિરાકરણ લાવવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

શિક્ષણ જગત સાથે જોડાયેલા વિદ્યાલય શિક્ષાના તમામ નવ સંવર્ગ પ્રાથમિક સરકારી, મુખ્ય શિક્ષક, પ્રાથમિક ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ ને સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, શિક્ષણ સેવા વર્ગ-૨ના શિક્ષકોને સંલગ્ન કેટલાક પ્રશ્નો બાબતે નીતિગત નિર્ણયો થયા હોવા છતાં કેટલાક બાબતો નાણાકીય ભારણ ન આવવાનું હોય તેવા વિષયોમાં, જેના જી.આર. થયા હોય છતાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. જુન ૨૦૨૬થી નવું શૈક્ષણિક સત્ર શરૃ થવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક વિદ્યાર્થીલક્ષી નિર્ણયો, ક્રમાનુસાર કાયમી ભરતી, કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાાન સહાયકના ઠરાવમાં સુધારો તથા અન્ય જેવી મહત્વપૂર્ણ બાબતના નિર્ણયો અને શિક્ષકોનાં મહત્વના પડતર પ્રશ્નો અંગે ઝડપથી નિર્ણય થાય તેની જાહેરાત થાય તેવી સંગઠનની માંગ છે.

જ્યારે ગત આંદોલન વખતે થયેલ સમાધાન અનુસાર જૂની પેન્શન યોજનામાં સમાવવા પાત્રતા ધરાવતા નિવૃત્ત થયેલ કર્મચારીઓમાંથી ઘણા કર્મચારીઓને આજદિન સુધી પેન્શન મળતું નથી તથા પાત્રતા ધરાવતા ઘણા શિક્ષકો તથા કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા નથી. જે તમામ પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.