Get The App

રીક્ષા ચાલકને છરીના ઘા ઝીંકી શખ્સે રોકડ રકમની લૂંટ ચલાવી

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
રીક્ષા ચાલકને છરીના ઘા ઝીંકી શખ્સે રોકડ રકમની લૂંટ ચલાવી 1 - image

- સ્કૂટરને રીક્ષા અડી જતા માથાકૂટ થઈ

ભાવનગર : શહેરના તલાવડી ચોકડી પાસે સ્કૂટરને રીક્ષા અડી જતા સ્કૂટર ચાલકે રીક્ષા ચાલકને ગાળો આપી છરીના ઘા ઝીંકી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટયો હતો.

કુંભારવાડા નારી રોડ ઇંટોના ભઠ્ઠા પાસે રહેતા અને રીક્ષા ચલાવતા લક્ષ્મણભાઈ વાલાભાઈ સાટીયા આજે સવારે ભાવનગર કુંભારવાડા, અવેડા પાસેથીમાં પસેન્જર બેસાડીને  તલાવડીવાળા રસ્તે થઇને ગંગાજળીયા તળાવમાં પેસેન્જર ઉતારવા જતા હતા.અને રીક્ષા તલાવડી ચોકડીએ પહોંચેલ ત્યારે  ચોકમાં રહેલ ચાની લારીએથી એક વ્યક્તિએ સ્કૂટર શરૂ કરી મોબાઇલમાં વાત કરતા કરતા પાછળ જોયા વગર તેની સ્કૂટરનો વળાંક લેતા તેની સ્કૂટરનું વ્હીલ મારી રિક્ષાના પાછળના ટાયરે અડી જતા સ્કૂટર સવારે લક્ષ્મણભાઈને ગાળો આપવા લાગેલ જેથી લક્ષ્મણભાઈએ શખ્સને ગાળો આપવાની ના પાડતા તેણે તેના પડખામાંથી છરી કાઢી લક્ષ્મણભાઈને ઝીંકી દીધા હતા.અને ખિસ્સામાંથી રીક્ષાનાં ભાડાના આશરે રૂ.૨૦૦૦ ની લૂંટ ચલાવી મારી નાખવાની ધમકી આપી સ્કુટર નં જીજે ૦૪ ઈએચ ૦૦૭૭ નો ચાલક ફરાર થઈ ગયો હતો.ઇજાગ્રસ્ત લક્ષ્મણભાઈને સર.ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે લક્ષ્મણભાઈએ સ્કૂટર ચાલક વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.