Get The App

પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું 1 - image

- લગ્ન કરવાની લાલચ આપી

- પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં દુષ્કર્મ અને એટ્રોસિટિની કલમ હેઠળ ગુનો નોંધાયો

ભાવનગર : પાલિતાણા પંથકની એક યુવતીને લગ્નની લાલચ આપી શખ્સે અવાર નવાર શરીર સંબંધ બાંધી લગ્ન નહી કરી યુવતીને જ્ઞાાતિથી અપમાનિત કરી હતી. આ બનાવ અંગે યુવતીએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પાલિતાણા પંથકમાં યુવતી સાથે દુષ્કર્મના બનાવની મળતી વિગતો પ્રમાણે પાલિતાણા પંથકની એક યુવતીને પંકજ ઉર્ફે ઋત્વીજ કમલેશભાઈ સાટીયા (રહે.પાલિતાણા) નામના શખ્સે લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે ગત તા.૦૫-૦૯-૨૦૨૫થી ૦૬-૦૨-૨૦૨૬ દરમિયાન ચારથી પાંચ વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી યુવતી સાથે લગ્ન નહી કરી જ્ઞાાતિથી અપમાનિત કરી હતી. બનાવ અંગે યુવતીએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં પંકજ ઉર્ફે ઋત્વીજ કમલેશભાઈ સાટીયા સામે ફરિયાદ નોંધાવતા પાલિતાણા ટાઉન પોલીસે એટ્રોસિટી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.