Get The App

સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું 1 - image

શખ્સ યુવાનને જાતિ વિશે અપમાનિત કરતો

લુડો રમવા માટે રૃપિયાની માંગણી કરી અવર નવર ત્રાસ આપતો

ભાવનગર -  મૂળ ખંભાતના મીતલી ગામના વતની અને કામ ધંધા અર્થે સાળંગપુર ખાતે આવી ગયેલા યુવાનને લૂડો રમવા બાબતે દબાણ કરી રૃપિયાની માંગણી કરી જાતિ વિશે અપમાનિત કરતા શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.યુવાનનું હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું.

ખંભાત તાલુકાના મીતલી ગામે રહેતા ઈચ્છાભાઈ વેલાભાઈ મકવાણા નો સૌથી નાનો પુત્ર રાહુલભાઈ  ઈચ્છાભાઈ મકવાણા ( ઉ.વ ૨૪ ) ઘરેથી કામ(ધંધા) અર્થે ઘરેથી નીકળી સાળંગપુર ખાતે આવેલ હતો.દરમિયાનમાં ગઈ તા.૧૩ એપ્રિલ ૨૦૨૬ ના સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં સાળંગપુર બસ સ્ટેન્ડમાં રાહુલ સાથે ભરત રૈયાભાઈ લામકા (રહે. સાળંગપુર )એ બોલાચાલી કરી દલીત હોવાનુ જાણવા છતા રાહુલભાઈને લુડો રમવા બાબતેના પૈસા આપવા માટે દબાણ કરી ગાળો આપી જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા. ત્યારબાદ સાંજના સાડા નવેક વાગ્યે રાહુલભાઈને સાળંગપુર બસ સ્ટેન્ડમાં માર મારી ધમકાવી પૈસા આપવા બાબતે કડક ઉઘરાણી કરી હતી.આ સમગ્ર બનાવનું લાગી આવતા રાહુલભાઈએ તા.૧૪એપ્રિલ ૨૦૨૬ ના રોજ સાંજના નવેક વાગ્યાના અરસામા ઝેરી દવા પી લીધી હતી.રાહુલભાઈને ગંભીર હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા ઈચ્છાભાઈએ ભરત રૈયાભાઇ લામકા વિરુધ્ધ બરવાળા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના મોબાઈલમાંથી સ્યુસાઇટ નોટ મળી

મૃતક રાહુલભાઈના મોબાઇલમાં ગુજરાતી ભાષમા ટાઇપ કરેલ એક સ્યુસાઇટ નોટ મળી આવેલ હતી તે સ્યુસાઇડ નોટમાં મૃતકે લખેલ હતુ કે સાળંગપુર ખાતે ભરત લામકા નામના વ્યકિત સાથે લુડો રમવા બાબતની તથા પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલાનુ તેમજ મારામારી કરેલ હોવાનું તેમજ  શારીરીક તથા માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરેલ હોવાનું લખાણ લખેલ હતું