Get The App

નાના ભાડલા ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં યુવાનનું મોત

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
નાના ભાડલા ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં યુવાનનું મોત 1 - image

મૃતકના કાકાએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

યુવાન પીપળીયા ગામે કાકાને તેડવા માટે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર - નાના ભડલા જવાના રસ્તે ઓઈલ મિલ સામે રોડ પર બાઇક અને ટ્રેક્ટર અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું.

બોટાદના રતનપર ગામે રહેતા જેન્તીભાઇ નાગરભાઈ મકવાણાના ભત્રીજા યુવરાજભાઈ કાનજીભાઈ મકવાણા મોટરસાયકલ નંબર જીજે-૦૪-બીકે-૫૦૪૩ લઈને કાકાને તેડવા માટે પીપળીયા તરફ જતો હતો તે દરમિયાન નાના ભડલા જવાના રસ્તે ઓઈલ મિલ સામે રોડ પર સામેથી ટ્રેક્ટર નંબર જીજે-૧૪-બીડી-૭૦૮૫ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા યુવાનને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના કાકા જેન્તીભાઇએ પાળીયાદ પોલીસ મથકમાં ટ્રેક્ટર ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.