Get The App

આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

મોબાઇલ ફોનમાંથી ક્રિકેટના સટ્ટા માટેની આઇ.ડી. મળી : ફોન કબજે

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો 1 - image

 વડોદરા,રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઇટન વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને માંજલપુર પોલીસે ઝડપી પાડયો છે.

માંજલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.  તે દરમિયાન માહિતી મળી હતી કે, હરેશ ઠક્કર નામનો શખ્સ વડસર ગામ ગોચર પાસે ગૌશાળાની પાછળ ક્રિકેટ મેચનો સટ્ટો ઓનલાઇન રમાડી  રહ્યો છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા હરેશ બટુકભાઇ ઠક્કર (રહે. કાન્હા હાઇટ્સ, સોમા તળાવ ચાર રસ્તા પાસે, ડભોઇ રોડ) મળી આવ્યો હતો. તે ઓનલાઇન એપ્લિકેશન મારફતે સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી મોબાઇલ ફોન કબજે લીધો છે.