Get The App

અમદાવાદમાં લોહિયાળ ખેલ : બહેન વિશે ટિપ્પણી કરતા મિત્રએ જ મિત્રની છરીના ઘા મારીને કરી હત્યા

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં લોહિયાળ ખેલ : બહેન વિશે ટિપ્પણી કરતા મિત્રએ જ મિત્રની છરીના ઘા મારીને કરી હત્યા 1 - image


Ahmedabad Crime : અમદાવાદના દાણીલીમડામાં બહેનને બિભત્સ ગાળો બોલતા મિત્રએ છરીના ઘા મારીને મિત્રની હત્યા કરી હતી. જેમાં ખાસ કરીને આરોપી ગઇકાલે મૃતક યુવકના ઘરે નાસ્તો કર્યા બાદ બન્ને સાથે ગયા હતા અને તકરાર થતાં હુમલો કર્યો હતો. મૃતકની માતાએ આરોપીને  ફોન કર્યા પણ પરંતુ તે ઉપાડતો ન હતો સવારે આરોપીની માતાએ બન્ને વચ્ચે તકરાર થઇ હોવાની જાણ કરતાં પરિવારજનો ગયા તો તેમનો પુત્ર લોહી લુહાણ હાલતમાં પડેલો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. દાણીલીમડા પોલીસે આરોપી સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારો યુવકને મિત્રતા છોડવા પણ કહ્યું હતું

માતાએ મિત્રને રાતભર ફોન કર્યા પણ સવારે આરોપીની માતાએ તકરારની જાણ કરી, પરિવારે જઇને જોયું તો યુવક લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. દાણીલીમડામાં રહેતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર ફ્રુટની લારી ચલાવતો હતો. જેમાં આરોપીને મૃતકના પરિવારજનો ઠપકો આપ્યો હતો અને આરોપી સાથેની મિત્રતા છોડી દેવાનું સમજાવતા હતા. જેથી  મિત્ર  સાથે બોલવાનું ઓછુ કરી દીધુ હતું પરતું મૃતક બહાના કાઢતો રહેતો હતો. 

બંને મિત્રો ભેગા પણ થયા, નાસ્તો પણ કર્યો, પછી મામલો બિચક્યો

ગઇકાલે સવારે આરોપી અને મૃતક ભેગા થયા હતા અને આરોપી મૃતક યુવકના ઘરે નાસ્તો કરીને સાથે ગયા હતા.ત્યારબાદ આરોપીએ તેના મિત્રને ફોન કરીને તે કેમ મારી જોડે ઓછુ બોલવાનું કરી દીધુ છે તેમ પૂછતા ફોનમાં બન્ને વચ્ચે તકરાર થઇ હતી. મૃતકે આરોપીની બહેન વિષે ટીકા ટીપ્પણી કરતા મામલો વધુ ગરમાયો હતો. બંને  જણા  ફૈઝલનગરના મેદાનમાં ભેગા થયા હતા. જ્યાં આરોપીએ તેના ફરિયાદીના પુત્રને પેટ સહિત શરીરે છરીના ઘા મારીને લોહી લુહાણ કરીને નાસી ગયો હતો. ત્યારબાદ આરોપીની માતાએ જ મૃતક યુવકના પરિવારને બનાવ અંગેની જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. બાદમાં યુવકને તાત્કાલિક સારવાર  માટે હોસ્પિટલ લઇ જતાં સારવાર દરમિયાન મોત થયું હતું.