- દારૂનો જથ્થો મંગાવનાર બે શખ્સના નામ ખુલ્યા
- પેરોલ ફર્લો સ્ક્વોડે વિદેશી દારૂ, કાર મળી રૂ. 2.30 લાખનો મુદ્દામાલ કબજે લીધો
પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, સીદસરના સિતારામનગરમાં રહેતો દેવાંગ ઉર્ફે કાનભા ભીખાભાઈ ડોડીયા પોતાની કાર નંબર જીજે ૦૩ એચકે ૨૮૫૦ માં વિદેશી દારૂનો જથ્થો ભરી ઘર પાસે ઉભો છે.જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દરોડો પાડી કારની અંદર તલાશી લેતા વિદેશી દારૂની ૩૮૪ બોટલ રૂ.૩૦,૭૨૦ ની મળી આવતા પોલીસે દેવાંગ ઉર્ફે કાનભાને વિદેશી દારૂ અને કાર મળી રૂ.૨,૩૦,૭૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા જયેશ વલ્લભભાઈ રાઠોડ અને ચીકો નામના શખ્સનો છે.અને તેને રાખવા માટે દારૂનો જથ્થો આપ્યો હતો.આ બનાવ સંદર્ભે પેરોલ ફર્લો સ્ક્વોડે ત્રણ શખ્સ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


