Get The App

સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો 1 - image

- આણંદ એલસીબીની કાર્યવાહી 

- પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિતનો રૂપિયા 31,800 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો 

આણંદ : આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંદેશર ગામમાં બાતમીના આધારે દરોડો પાડીને એક શખ્સને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને ક્વાર્ટરિયા સહિત કુલ રૂપિયા ૩૧,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ એલસીબીની ટીમ સંદેશર ગામના ગેટ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, સંદેશરના મોટા તળપદાવાસમાં રહેતો કનુભાઈ ચતુરભાઈ કાસરા (તળપદા) પોતાના ઘરની સામે આવેલા છાપરામાં વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને શનિવાર, ૨૧ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે રેઇડ કરી હતી. પોલીસને જોઈ આરોપી ભાગવા જતાં તેને કોર્ડન કરીને પકડી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસે રહેલી થેલીમાંથી વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટરિયા મળીને રૂપિયા ૩૧,૮૦૦નો પ્રોહી. મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદે રાખવા બદલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે એલ.સી.બી.એ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પકડાયેલ આરોપી કનુભાઈ વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.