Get The App

હેર સલૂનના કારીગરનો AI મારફતે વીડિયો બનાવી 20 હજારની માગણી

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
હેર સલૂનના કારીગરનો  AI મારફતે વીડિયો બનાવી 20 હજારની માગણી 1 - image

Vadodara : વડોદરામાં હેર સલૂન ચલાવતા કારીગરનો વીડિયો એ.આઇ. મારફતે બનાવી વાયરલ કરી 20 હજારની માગણી કરતા ન્યૂઝના સંચાલક તથા તેના મિત્ર સામે મકરપુરા પોલીસે ખંડણીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તરસાલી પાણીની ટાંકી પાસે અંબિકાનગર સોસાયટીમાં રહેતા અને હેર સલૂન ચલાવતા વિજયભાઇ ભાઇલાલભાઇ પારેખે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં અગાઉ સુધીર ભગવાનભાઇ ભધાણે (રહે.સોમનાથનગર, તરસાલી) ની ત્યાં અગાઉ નોકરી કરી હતી. મોતિયાના ઓપરેશન માટે મને તેઓએ રૂપિયા આપ્યા નહતા. ત્યારબાદ મેં ત્યાંથી નોકરી છોડીને ભાડે દુકાન લઇ હેર સલૂન શરૂ કર્યું હતું. અગાઉ હું સુધીરભાઇની ત્યાં નોકરી કરતો હતો. ત્યારે ઉપાડ લીધેલા કુલ 35 હજાર ચૂકવવાના બાકી હતા.છતાંય તેઓ મારી પાસેથી 71,500 રૂપિયાની ઉઘરાણી કરતા હતા. તેઓ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા. તેમણે મીડિયા મારફતે બદનામ કરી દેવાની  ધમકી આપી હતી. તેમણે તેમના મિત્ર અને ન્યૂઝ મીડિયા ચલાવતા વિજયકુમાર દેવેન્દ્રભાઇ મકવાણા (રહે.ગીતાંજલી ફ્લેટ, મકરપુરા) મારફતે મારો વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ વિજય મકવાણાએ મારી દુકાને આવીને ધમકી આપતા કહ્યું કે, તારી દુકાનનો વીડિયો એ.આઇ. મારફતે બની ગયો છે. તું મારા મિત્ર સુધીરના પૈસા નહીં આપે તેમજ મને વીડિયો વાયરલ નહીં કરવાના 20 હજાર આપી દે. ઉલ્લેખનીય છે કે, વિજય મકવાણા સામે કપુરાઇ અને પાણીગેટમાં હાલમાં જ ખંડણીની ફરિયાદ નોંધાઇ છે.