Gujarat

166 કરોડના ખર્ચે બનેલા ડુમસ સી ફેસ પ્રોજેક્ટની જાળવણી સુરત પાલિકા માટે પડકાર

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
ડુમસ સી ફેસ પ્રોજે્કટની સલામતી અને સફાઈ માટે મેયરે આદેશ આપી કહ્યું નોડલ ઓફિસરની નિમણુંક કરો સ્ટાફ વધારો પણ સફાઈ-સલામતી મુદ્દે કોઈ કચાસ ન રાખવા તાકીદ

Summarized by AI; it may make mistakes. Check important info

166 કરોડના ખર્ચે બનેલા ડુમસ સી ફેસ પ્રોજેક્ટની જાળવણી સુરત પાલિકા માટે પડકાર

Dumas Sea Face Project : સુરતના પ્રવાસન ક્ષેત્રનું નવું સોપાન 166 કરોડના ખર્ચે સાકારિત 'ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નું ગઈકાલે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ 166 કરોડના ખર્ચે ખુલ્લા મુકાયેલા ડુમસ સી ફેસ પ્રોજેક્ટની જાળવણી સુરત પાલિકા માટે મોટો પડકાર બની શકે તેમ છે.  ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ સુરતની શાન અને વૈશ્વિક ઓળખ બની શકે છે પણ તેની હાલત બાયોડાયવર્સિટી પાર્ક તેવી ભીતિ છે. આ ભીતિના કારણે સુરતના મેયરે આજે તાત્કાલિક ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પાર્કની સલામતી અને સ્વચ્છતા માટે આદેશ આપવામાં આવ્યા છે.

સુરતના પર્યાવરણની જાળવણી માટે પાલિકાની ડમ્પિંગ સાઈટ પર 150 કરોડના ખર્ચે બાયોડાયવર્સીટી પાર્ક બનાવ્યો છે પરંતુ તેની યોગ્ય જાળવણી ન થતી હોવાથી અનેક લાઈટ ચોરી થવા સાથે ગંદકીની પણ ફરિયાદ ઉઠી હતી. આવી સ્થિતિના કારણે સુરત પાલિકાના આ પ્રોજેકક્ટની જાળવણી પાલિકા માટે પડકાર બની રહ્યો છે. દરમિયાન હાલમાં સુરત પાલિકાએ શહેરના પ્રવાસન ક્ષેત્રનું નવું સોપાન: 166 કરોડના ખર્ચે સાકારિત 'ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગઈકાલ રવિવારે ખુલ્લો મુકાયો હતો. 

આ વિશાળ પ્રોજેક્ટની હાલત બાયોડાયવર્સીટી પાર્ક જેવી બની રહે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આ જગ્યાએ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવશે ત્યારબાદ આ વિસ્તારમાં સ્વચ્છતા અને સલામતી માટે મોટો પ્રશ્ન ઉભો થઈ શકે તેમ છે. આવી અનેક અટકળો બાદ આજે મેયર દક્ષેશ માવાણીએ પ્રોજેક્ટની સલામતી અને સ્વચ્છતા માટેના આદેશ આપ્યા છે.

 પ્રોજેક્ટ સંભાળતા અધિકારીને તેઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે સમગ્ર પ્રોજેક્ટની જાળવણી માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે અને સફાઇની કામગીરીમાં કોઈ કચાસ ન રહે તે માટે સ્ટાફ વધારવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની જાળવણી સુરત પાલિકા માટે મોટો પડકાર બની રહે તેમ હોવાથી પાલિકા હવે પીપીપી મોડલ પર પ્રોજેક્ટની જાળવણી અને નિભાવ માટે આપવા વિચારણા કરી રહી છે.