Get The App

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો 1 - image

- ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના

-  દુષ્કર્મ ગુજારી બિભત્સ ફોટા મંગાવ્યા હોવાનો આક્ષેપ : ડાકોર પોલીસે શિક્ષકને છોટાઉદેપુરના ક્વાંટથી ઝડપ્યો 

નડિયાદ : ખેડાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામે ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતી શરમજનક ઘટનામાં સંડોવાયેલા વિદ્યા સહાયક શૈલેષ રાઠવાને ડાકોર પોલીસે ઝડપી પાડયો છે. ચિતલાવ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આ શિક્ષકે ધોરણ ૯મા અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. 

ઠાસરાના ચિતલાવ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિદ્યા સહાયક શૈલેષ રાઠવાએ શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે. આક્ષેપો મુજબ, આ શિક્ષકે ગત જુલાઈ ૨૦૨૪મા ધોરણ ૯મા ભણતી એક સગીર વિદ્યાથની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. વિદ્યાથનીએ પ્રાથમિક શાળામાં ૮ ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેના પરિવારે તેને આગળના અભ્યાસ માટે ગામની બહાર મૂકી હતી. જોકે આ લંપટ શિક્ષકે દીકરીનો પીછો છોડયો ન હતો અને સતત તેની પાછળ પડયો હતો. શિક્ષકે વિદ્યાથનીને સંપર્કમાં રાખવા માટે એક મોબાઈલ પણ લઈ આપ્યો હતો. આ ફોન દ્વારા તે વિદ્યાથનીને અવારનવાર હેરાન કરતો હતો અને તેની પાસે બિભત્સ ફોટાની માંગણી કરતો હતો. શિક્ષકની આ હરકતો અને બિભત્સ ફોટા મંગાવવાની બાબત પરિવારના ધ્યાને આવતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. પરિવારે આ અંગે તુરંત ડાકોર પોલીસ મથકનો સંપર્ક કરી શિક્ષક વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ડાકોર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી શિક્ષક શૈલેષ રાઠવાને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામેથી ઝડપી પાડયો છે.