Gujarat

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ

By GS TEAM
20 Jun 20262 mins read
TukuTouch Logo
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) કેડરની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (Provisional Answer Key) જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ ઉમેદવારો ક્યાં સુધી પોતાની OMR સીટ ડાઉનલોડ કરી શકશે અને વાંધા સૂચનો કઈ તારીખ સુધી મોકલી શકશે તેની વિગતો પણ જાહેર કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ

LRD Exam Provisional Answer Key Released: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) કેડરની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (Provisional Answer Key) જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ ઉમેદવારો ક્યાં સુધી પોતાની OMR સીટ ડાઉનલોડ કરી શકશે અને વાંધા સૂચનો કઈ તારીખ સુધી મોકલી શકશે તેની વિગતો પણ જાહેર કરી છે.

29મી જૂન સુધી OMR શીટ ડાઉનલોડ કરી શકાશે

પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની ઓએમઆર શીટ સ્કેન કરીને 15મી જૂનના રોજના રોજ જ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર અપલોડ કરી દેવામાં આવી છે. ઉમેદવારો આગામી 29મી જૂન 2026 સુધીમાં OMR શીટ ડાઉનલોડ કરી શકશે. તમામ ઉમેદવારોએ વેબસાઇટ પર ઉપલબ્ધ 'માસ્ટર સેટ' પ્રશ્નપત્ર મુજબ પોતાના જવાબોની ચકાસણી કરવાની રહેશે.

વાંધા અરજી સબમિટ કરવા માટેની છેલ્લી તારીખ

જો કોઈ ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા જવાબો સામે કોઈ વાંધો કે રજૂઆત હોય, તો તે 24મી જૂનના રોજ સાંજે 5 વાગ્યા સુધી જ ઓનલાઇન અરજી કરી શકે છે. વાંધા અરજી માત્રને માત્ર ભરતી બોર્ડની વેબસાઇટ પર આપેલી સૂચનાઓ મુજબ ઓનલાઇન જ સબમિટ કરવાની રહેશે. આ ઉપરાંત  ઓનલાઇન રજૂઆત કરતી વખતે યોગ્ય આધાર અથવા પુરાવા સાથે જોડવાના રહેશે. ઈ-મેઇલ, પોસ્ટ, કુરિયર કે અન્ય કોઈ પણ ઓફલાઇન માધ્યમથી મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. 

879 કેન્દ્રો પર યોજાઈ હતી પરીક્ષા

લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાના બીજા તબક્કામાં 14મી જૂન 2026ના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર ખાતેની કુલ 879 શાળાઓ તેમજ કૉલેજોમાં લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી.