Get The App

વારસિયાના વેપારીના નામે 30 લાખની લોન ખોટી રીતે મંજૂર થઈ ગઈ : મેનેજર સહિત ચાર સામે ફરિયાદ

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
વારસિયાના વેપારીના નામે 30 લાખની લોન ખોટી રીતે મંજૂર થઈ ગઈ : મેનેજર સહિત ચાર સામે ફરિયાદ 1 - image

Vadodara Loan Scam : વડોદરાના વારસિયાની સુખમણી સોસાયટીમાં રહેતા વેપારી હરેશકુમાર રૂપાણીએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે તે વારસ નરેન્દ્ર દિનકર રાવ સાવંતને હું ૩૦ વર્ષથી ઓળખું છું. જૂન 2017માં તેણે મારા ઘરે રીનોવેશન માટે SBI માંથી લોન કરવી આપવાની વાત કરી હતી. દસ્તાવેજમાં મારા મોટાભાઈ મુકેશભાઈનું નામ હતું. મારા નામે લોન લેવા માટે વાત કરતા તેને કહ્યું કે મારે બેંકમાં મેનેજર સાહેબ સાથે સેટીંગ છે આપની લોન કરી આપશે.

થોડા દિવસ પછી તે મને વાઘોડિયા તાલુકાના રસોલાબાદ ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને શાખામાં લઈ ગયો હતો અને બેંક મેનેજર કુણાલ પરીખ સાથે મુલાકાત કરાવી હતી. તેઓએ મારા તથા મારા દીકરા સુમિતનો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને 20 લાખની લોન મળશે તેવું કહી લોનના કાગળોમાં તેમજ ત્રણ કોરા કાગળમાં સહી કરાવી હતી. તેમજ ત્રણ કોરા ચેકમાં મારી તથા મારા દીકરાની સહીઓ પણ લીધી હતી. બેંક મેનેજરે જણાવ્યું હતું કે લોન પાસ થઈ જશે અને તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ જશે. પરંતુ મારી લોનના પૈસા જમા નહીં થતા વારંવાર બેંક મેનેજરને મળતા તેઓ વ્યવસ્થિત જવાબ આપતા ન હતા.

ત્યારબાદ મને દસ લાખની મુદ્રા લોન અપાવવાનું જણાવી મારી પાસે સહયોગ કરાવી લીધી હતી. જેના રૂપિયા 10 લાખ મારા સીસી એકાઉન્ટમાં જમા થયા હતા. પરંતુ મેં કોરા કાગળોમાં સહી કરી આપી હતી. તેનો દુરુપયોગ કરી નરેન્દ્ર સાવંતે તેના સાળા અનિલ શિરકે દ્વારા 6 લાખ તેમજ અન્ય એક ઠક્કર નામના વ્યક્તિએ 3.70 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

એટલું જ નહીં મને ચેકબોક્ષની બેંક તરફથી નોટિસ મળતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મારા નામે લોન વર્ષ 2017 માં મંજૂર થઈ ગઈ હતી અને તેના રેગ્યુલર હપ્તા ભરાતા હતા પરંતુ છેલ્લા ત્રણ હપ્તા બાઉન્સ થયા છે નરેન્દ્ર સાવંતને આ અંગે કહેતા તેને કીધું ચિંતા ના કરે તારા રૂપિયા હું ભરી દઈશ.