Get The App

ચોટીલા નજીક હોટલના પાર્કિંગમાં ટ્રકની તલાશી લેતા 85 લાખનો દારૂ પકડાયો

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
ચોટીલા નજીક હોટલના પાર્કિંગમાં ટ્રકની તલાશી લેતા 85 લાખનો દારૂ પકડાયો 1 - image

ચોટીલા-સાયલા હાઇ-વે ઉપર આવેલા સાંગાણી ગામની સીમમાં પોલીસ ત્રાટકી

ટ્રકમાં ખાતરની બેગની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું કારસ્તાન પકડાયું : દારૂ મોકલનાર-મગાવનાર સહિત ચાર સામે ગુનો

ચોટીલા: ચોટીલા-સાયલા નેશનલ હાઇ-વે ઉપર હોટલના પાર્કિંગમાં ખારતની બેગની આડમાં છુપાવી લઇ જવાતો રૂા.૮૫ લાખ ૬૬ હજારની કિંમતનો વિદેશી દારૂ સુરેન્દ્રનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ ટ્રકના માલીક અને ચાલક સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇ-વે ઉપર પસાર થતા ટ્રકમાંથી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની વિગતોના આધારે જિલ્લા પોલીસવડાએ વોચ ગોઠવતા ચોટીલા-સાયલા હાઇ-વે ઉપર સાંગાણી ગામ નજીક આવેલી ગોપાલ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક નં. આર.જે.૫૨ જીએ ૪૭૭૫ તલાશી લેવામાં આવતા ટ્રકમાં ભરેલી ખાતરની બેગની આડમાંથી વિદેશી દારૂની ૧૧,૪૯૬ બોટલ મળી આવી હતી. રૂા.૮૫,૬૬,૮૦૦નો વિદેશીદારૂ તથા ખાતરની કોથળીઓ ૨૨૫ કિં.રૂા.૬૭,૫૦૦ તથા મોબાઇલ ફોન, સીમ કાર્ડ, ટ્રક સહિત કુલ રૂા. ૧ કરોડ ૬ લાખ ૩૪ હજાર આઠસોનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. તેમજ ચોટીલા પોલીસ મથકમાં ટ્રકના ચાલક, ટ્રકના માલીક, વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો ઇસમ, દારૂ મગાવનાર શખ્સ સહિત કુલ ૪ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.