Get The App

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો 1 - image

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પરથી દારૃની હેરાફેરી ઝડપાઇ

હળવદ પોલીસે દારૃ અને કન્ટેનર સાથે રાજસ્થાનના ચાલકને દબોચ્યો ઃ રૃ.૧૪.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદહળવદ પોલીસે ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરથી દારૃની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો ૪.૬૪ લાખનો દારૃ સાથે રાજસ્થાનના કેન્ટેનર ચાલકની ધરપકડ કરી રૃ.૧૪.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

હળવદ પી.આઇ., પી.એસ.આઇ. તથા ડી-સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે અંદાજે અઢી વાગ્યાના આસપાસ હળવદ ધાંગધ્રા હાઇવે પર આવેલી સુખપર ગામ પાસે રામદેવ હોટલ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ જણાતા કન્ટેનરમાં તપાસ કરતા તેમાં સફેદ માટીની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૃનો જથ્થો મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની કુલ ૯૧ પેટી વિદેશી દારૃ (૪,૬૪,૬૦૦) મળી આવ્યો હતો. પોલીસએ દારૃની પેટીઓ સહિત કન્ટેનર (૧૦ લાખ) જપ્ત કરી કુલ રૃ.૧૪,૬૪,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કન્ટેનર ડ્રાઈવર જાન મહંમદ અબ્દુલ રસીદ,રહે. નિમલી, જી. અલવર (રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. હળવદ પોલીસએ દારૃ મંગાવનાર, મોકલનાર અને અન્યના તપાસમાં નામ ખુલ્લે તે આરોપી સામે કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે.