સાવલી, મધ્યપ્રદેશથી વિદેશી દારૃનો જથ્થો ટેમ્પામાં ભરીને સાવલી લઇ જતા બે આરોપીઓને એલ.સી.બી.ની ટીમે ટેમ્પા સાથે ઝડપી પાડયા છે. પોલીસે દારૃની ૧૨૪ બોટલ કબજે કરી છે.
નંબર પ્લેટ વગરના ટેમ્પામાં ચોર ખાનુ બનાવી તેમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી દુમાડ ગામ તરફથી નમીસરા ગામ તરફ લઈ જવામાં આવતો હોવાની માહિતી જિલ્લા એલ.સી.બી.ને મળી હતી. જેથી, પોલીસે લામડાપુરા કેનાલ પાસે વોચ ગોઠવી ટેમ્પો ઝડપી પાડયો હતો. ટેમ્પામાં પાછળની બોડીના નીચે ચોરખાનું બનાવીને છુપાવેલી દારૃની ૧૨૪ બોટલ કિંમત રૃપિયા ૨.૯૫ લાખ તેમજ ટેમ્પો અને બે મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૫.૧૫ નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે (૧) કલ્લુ ઉર્ફે કલ્પેશ ચીમનભાઈ નાયક (રહે. ભીંડોલ, તા. જેતપુર પાવી,જિ.છોટાઉદેપુર ) તથા (૨) અરૃણ હીરાભાઇ તડવી (રહે. પાનવડ, તા.કવાંટ,જિ. છોટાઉદેપુર) ને ઝડપી પાડયા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, એમ.પી. બોર્ડરથી દારૃ લાવ્યા હતા અને નમીસરા ગામે રહેતા રાકેશને આપવાનો હતો.


