Gujarat

દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો

By GS TEAM
10 Mar 20261 min read
દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો

લખતરમાં એલસીબીનો દરોડો

પોલીસે દારૃનો જથ્થ કબજે કરી બુટલેગર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

લખતરલખતરમાં એલસીબીએ દરોડો પાડી દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી એક લાખનો દારૃ ઝડપી પાડયો છે. પોલીસે દારૃનો જથ્થ કબજે કરી બુટલેગર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લખતર તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે લખતર શહેરના દરબારગઢ પાસે પડતર જગ્યામાં ગેરકાયદેસર દારૃનું વેચાણ થાય છે. ચોક્કસ બાતમીના આધારે એલીસીબીની ટીમે સ્થળ પર રેઇડ કરતા ઇંગ્લિશ દારૃની ૬૦ બોટલ તથા બિયરના ૯૬ ટીન (કિં.રૃ.૧.૦૩ લાખ)નો મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબીના દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર નહીં મળી આવતા દારૃનો જથ્થો કબજે કરી દારૃની વેચાણ કરતા શખ્સ બલવીરસિંહ રઘુવીરસિંહ ઝાલ (રહે.લખતર) વિરૃદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ એલસીબીના દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.