Gujarat

જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : વાડી માલિકને ફરાર જાહેર કરાયો

By GS TEAM
12 Jun 20261 min read
TukuTouch Logo
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પોલીસે દરોડો પાડી એક વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ દરોડા સમયે વાડી માલિક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : વાડી માલિકને ફરાર જાહેર કરાયો

Jamnagar Liquor Raid : જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પોલીસે દરોડો પાડી એક વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ દરોડા સમયે  વાડી માલિક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે. 

જામજોધપુર તાલુકાના મોટી ગોપમાં વાડી ધરાવતા ભાવેશ અરજણભાઈ શીરની વાડીમાં ગઈકાલે જામજોધપુર પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે દરોડા દરમિયાન ‘મેજિક મોમેન્ટ્સ’ બ્રાન્ડની 750 મિલીલીટરની કુલ 9 સીલબંધ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 6,534 હોવાનું જણાવાયું છે. સ્થળ પરથી આરોપી મળી આવ્યો ન હતો. આથી પોલીસે વાડી માલિક ભાવેશ શિર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.