Get The App

એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે બે વાહન પકડાયા

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે બે વાહન પકડાયા 1 - image

Vadodara : દારૂની હેરાફેરી માટે ખેપિયાઓને હાઇવે ઉપર ભારે ફાવટ આવી ગઈ હોય તેવા કિસ્સા રોજબરોજ બહાર આવી રહ્યા છે. છાણી પોલીસે ગઈકાલે 47 લાખનો દારૂ અને મુદ્દામાલનો કેસ કર્યા બાદ ગઈ રાત્રે હાઇવે પરથી દારૂ ભરેલા વધુ બે વાહન શહેર પોલીસે ઝડપી પાડ્યા છે.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર દારૂ ભરેલી કાર નીકળી હોવાનું જાણવા મળતા નંદેસરી પોલીસે વોચ રાખી કારને આંતરી હતી. પોલીસે કારમાંથી રૂ 3.70 લાખની કિંમતની 1488 નંગ દારૂની બોટલો સાથે કૃષ્ણરાજ ઉર્ફે શિવુભા વેલુભા ગોહિલ (સરિતા સોસાયટી, શેરી નંબર 11 પાસે, ભાવનગર) ને ઝડપી પાડી ત્રણ મોબાઈલ અને કાર સહિત કુલ રૂ.20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આવી જ રીતે હરણી પોલીસે ગોલ્ડન ચોકડી નજીક બ્રિજ ઉતારતા બિનવારસી હાલતમાં મૂકેલી બોલેરો પીકઅપવાનમાંથી રૂ 2.42 કિંમતની બિયરના 1104 ટીન કબજે કરી નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.