Get The App

પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો

દારૃનો જથ્થો સહિત કુલ ૨૫.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ ગાડીના નંબરના આધારે તપાસ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો 1 - image

કરજણ તા.૩૧ ભરૃચથી વડોદરા તરફના એનઇ-૪ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર પોલીસને જોઇ ભાગ્યા બાદ પીકઅપ મૂકીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો જ્યારે પોલીસે ગાડીમાંથી રૃા.૨૦.૬૦ લાખ કિંમતનો દારૃનો જથ્થો કબજે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગઇકાલે સાંજે જિલ્લા પોલીસનો સ્ટાફ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો ત્યારે કરજણ તાલુકાના સુરવાડા ગામ પાસેથી જીજે-૦૬ પાસિંગની એક મહિન્દ્રા પીકઅપને ઊભી રાખવા ઇશારો કરી ખાનગી ગાડીમાં પોલીસના માણસો નજીક ગયા ત્યારે અંદર પોલીસને જોઇ ડ્રાઇવરે પીકઅપ પૂરઝડપે ભગાવી  હતી જેથી પોલીસે પણ તેનો પીછો કર્યો  હતો.

દરમિયાન હાઇવેની છેલ્લી લાઇનમાં ગાડી મૂકીને ડ્રાઇવર રેલિંગ કૂદીને અંધારામાં ભાગી ગયો હતો. પોલીસે બાદમાં પીકઅપમાં તપાસ કરતા અંદરથી દારૃની વિવિધ બ્રાન્ડની ૮૨૮૦ નંગ બોટલો મળતા પીકઅપ સહિત કુલ રૃા.૨૫.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ગાડીના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.