Get The App

ગમે ત્યારે નામ જાહેર થવાના પગલે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે 50 વકીલોની લીગલ સેલ તૈનાત

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ગમે ત્યારે નામ જાહેર થવાના પગલે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે 50 વકીલોની લીગલ સેલ તૈનાત 1 - image

Vadodara BJP : વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા હવે ગમે ત્યારે શહેરના ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતાના પગલે કારેલીબાગ સ્થિત ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે લીગલ સેલની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 10 નોટરી, 10 ટાઇપીસ્ટ સાથે 50 વકીલોની ટીમ અહીં બેસાડી દેવામાં આવી છે. કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ભાજપની અંતિમ યાદી તેમજ કોંગ્રેસની પણ બાકી યાદી જાહેર કરવામાં આવશે.

ઉમેદવારોની છેલ્લી ઘડીએ થતી પસંદગીના કારણે કોઈ કાયદાકીય વિવાદ ન સર્જાય તે માટે ભાજપ કાર્યાલય ખાતે 10 નોટરી, 10 ટાઇપીસ્ટ સાથે 50 વકીલોની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જેવી યાદી જાહેર થશે તે સાથે જ ઉમેદવારોને તાત્કાલિક ભાજપ કાર્યાલય ખાતે બોલાવી આ લીગલ ટીમ સમક્ષ રજૂ કરાશે. જેના આધારે તમામ ઉમેદવારોના બાયોડેટા સાથે તેઓની ઉમેદવારી પત્ર રજૂ કરવા સુધીની પ્રક્રિયા અહીં આટોપવામાં આવશે.