Get The App

વિદ્યાર્થી માટેનો ડિજિટલ આઈ.ડી. 'અપાર' માટે તા.30 જૂન છેલ્લી તારીખ : શાળાઓને તાકીદ

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
વિદ્યાર્થી માટેનો ડિજિટલ આઈ.ડી. 'અપાર' માટે તા.30 જૂન છેલ્લી તારીખ : શાળાઓને તાકીદ 1 - image

Vadodara : શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અપાર આઈડી-ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમીક એકાઉન્ટ રજિસ્ટ્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ડિજિટલ ID પ્રોજેક્ટ છે. તે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ, સ્કોલરશિપ અને પ્રમાણપત્રોનો સંગ્રહ કરતું એક રાષ્ટ્રીય એકાઉન્ટ છે. ગુજરાતમાં આ અંગે આઈડી બનાવવા માટે  છેલ્લી તા. 30, જૂન, 2026 છે. જેથી દરેક શાળાએ અઠવાડિયામાં એક દિવસ અપાર માટે કેમ્પ રાખવાની સૂચનાથી શિક્ષકોની કામગીરીનું ભારણ વધશે.

સરકારની ગાઈડલાઈન એવી છે કે આ યોજના "વન નેશન, વન સ્ટુડન્ટ ID" ના સૂત્ર પર આધારિત છે. અને તે શાળાના તમામ બાળકોને તેમના શૈક્ષણિક રેકોર્ડનું સંચાલન કરવામાં મદદરૂપ બને છે. અપાર આઇડીથી વિદ્યાર્થીના તમામ શૈક્ષણિક દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપમાં એક જ જગ્યાએ સુરક્ષિત રહેશે ઉપરાંત એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવવો ખૂબ સરળ બને છે. શાળાના ડેટાબેઝ અને નામમાં તફાવત હોવાથી શરૂઆતમાં ડેટા અપડેટ કરવામાં મુશ્કેલી પડે છે. એવી જ રીતે ટેકનોલોજી અને ઈન્ટરનેટની મર્યાદાવાળા વિસ્તારોમાં પ્રક્રિયા થોડી ધીમી ચાલે છે. આ અંગે સીધો આદેશ આપવામાં આવ્યો છે કે હવે ઢીલાશ નહીં ચાલે.

આ આદેશના કારણે દર શનિવારે શાળાઓમાં અપાર સંતૃપ્તિ કેમ્પ એટલે કે અપાર દિવસ યોજવા જણાવ્યું છે. જેમના અપાર કાર્ડમાં ભૂલ છે તેમને શાળાએ બોલાવવામાં આવશે આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. શિક્ષકોએ હવે દર અઠવાડિયે રિપોર્ટ આપવો પડશે જો તમે હજુ સુધી આ આઈડી નથી બનાવ્યું તો તમારી સ્કોલરશીપ કે રિઝલ્ટમાં પણ મુશ્કેલી આવી શકે છે.