Get The App

કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ

“આજે તું અહીંયા મારા બેડરુમમાં સૂઈ જા’ : સુનિલ પટેલની બેશરમી

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ 1 - image

કૂકરની રિંગ લેવા જતા મકાન માલિકે શારીરિક અડપલા કરી બિભત્સ માગણી કરતા યુવતીની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો છે.

હાલ શહેરના પુર્વ વિસ્તારમાં રહેતી અને મૂળ મહારાષ્ટ્રની ૨૧ વર્ષની યુવતી અભ્યાસ કરે છે. તેણે ફરિયાદમાં કહ્યુ કે ગઈકાલે શુક્રવારે સાંજે ૭:૩૦ વાગ્યે હું ઉપરના માળે રહેતા મકાન માલિક સુનિલ શાંતિલાલ પટેલના ઘરે કૂકરની રબરની રિંગ લેવા માટે ગઈ હતી.

તે વખતે સુનિલભાઈએ મને કહ્યું હતું કે “આજે તું અહીંયા મારા બેડરુમમાં સૂઈ જા’, જેથી હું ગભરાઈ ગઈ હતી. આદરમિયાન સુનિલે મારો હાથ પકડી મને બેડરૂમમાં લઈ જવાની કોશિશ કરી શારીરિક અડપલા કર્યા હતા.

ઉક્ત ફરિયાદના આધારે પોલીસે છેડતીના ગુનામાં આરોપી સુનિલ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.