Get The App

ખંભાતમાં મકાન પચાવી પાડવા મુદ્દે પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
ખંભાતમાં મકાન પચાવી પાડવા મુદ્દે પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ 1 - image

- લેન્ડ ગ્રેબિંગ કમિટીએ અરજી દફતરે કરતા કોર્ટે આદેશ કર્યો

- લાગવગથી પાલિકાના ટેક્સ બિલમાં અને આકારણી પત્રકમાં ગેરકાયદે નામ ચઢાવી દેવામાં આવ્યા હતા 

આણંદ : ખંભાત શહેરની જૂની મંડાઈ વિસ્તારમાં આવેલું એક મકાન પચાવી પાડવા બાબતે પિતા-પુત્ર વિરુદ્ધ ખંભાત શહેર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. ડીવાયએસપી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

ખંભાત શહેરના જૂની મંડાઇ વિસ્તારમાં ચૂડગર વાસ ખાતે રહેતા ફારૂકભાઈ રસુલભાઇ રંગરેજનીની સંયુક્ત વારસાઈ હક વાળી મિલકત આવેલી છે. જેના પર મહેમુદભાઈ કાલુભાઈ શેખ અને તેમના પુત્ર મોહમ્મદ વાસીમે ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. મહેમુદભાઈના સંબંધી અગાઉ પાલિકાના પૂર્વ કાઉન્સિલર હતા ત્યારે તેમણે લાગવગથી ખંભાત નગરપાલિકાના ટેક્સ બિલમાં અને આકારણી પત્રકમાં ગેરકાયદે તેમના નામો ચઢાવી દીધા હતા, જેથી આ અંગે ફારૂકભાઈએ જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરતાં લેન્ડ ગ્રેબિંગ કમિટીએ અરજી દફતરે કરી દીધી હતી. જેની સામે કોર્ટ સમક્ષ અરજી કરી હતી જેની સુનાવણી દરમિયાન ક્વાર્ટર લેન્ડગ્રેબિંગ થયાનું માની આ અંગે ખંભાત શહેર પોલીસને ગુનો નોંધવા હુકમ કર્યો હતો. જેથી ખંભાત શહેર પોલીસે પિતા-પુત્ર વિરોધ ગુનો નોંધ્યો હતો. મોહમ્મદ ફારૂક રંગરેજનીની ફરિયાદ મુજબ આ મિલકત તેમના પરિવારના સભ્યોની માલિકીની છે, મહેમુદભાઈના પિતાજી કાલુભાઈ શેખના મામા અપણત અને એકલવાયું જીવન જીવતા હોવાથી તેઓની દેખરેખ માટે કોઈ ન હોય મોહમ્મદ ફારૂકના દાદાએ રહેવા માટે મકાન આપ્યું હતું. પચાસેક વર્ષ પહેલા તેઓનું અવસાન થતાં કાલુભાઈ અને તેમના પરિવારના સભ્યો આ મકાનમાં રહેવા માટે આવી ગયા હતા, ત્યારથી મકાનમાં કોઈ હક હિસ્સો ન હોવા છતાં ગેરકાયદેસર રીતે કબજો કરીને રહેતા હતા અને અવારનવાર મકાન ખાલી કરવાનું કહેવા છતાં કબજો સોંપ્યો નહોતો. જેથી આખરે જિલ્લા કલેક્ટર કચેરીમાં આ અંગે અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવતા કોર્ટે ખંભાત શહેર પોલીસને લેન્ડ ગ્રેબ્રિંગનો ગુનો નોંધવા આદેશ કર્યો હતો.