Get The App

કચ્છમાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત, ગાંધીધામની હોટેલમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
કચ્છમાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત, ગાંધીધામની હોટેલમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી 1 - image


Kutch Crime News: કચ્છ જિલ્લામાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત આવ્યો છે. ગાંધીધામના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં શનિવારે (21મી ફેબ્રુઆરી) પ્રેમીએ પોતાની પ્રેમિકાની ગળેટૂંપો આપી હત્યા કરી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

હોટેલના રૂમમાં મળી આવ્યો યુવતીનો મૃતદેહ

મળતી માહિતી અનુસાર, ગાંધીધામના ખન્ના માર્કેટની એક હોટેલમાં શનિવારે એક યુવક અને યુવતી રૂમ રાખીને રોકાયા હતા. સાંજના સમયે યુવક એકલો હોટેલની બહાર નીકળી ગયો હતો. થોડી કલાકો બાદ જ્યારે હોટેલ સ્ટાફે રૂમ તપાસ્યો, ત્યારે અંદર યુવતીનો મૃતદેહ મળી આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો, જેમાં યુવતીનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ પણ વાંચો: કચ્છમાં ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ લાશ કૂવામાં ફેંકી, મિત્ર સાથે મળી ખેલ્યો લોહિયાળ ખેલ, આરોપીની ધરપકડ

ચારિત્ર્ય પરની શંકા બની હત્યાનું કારણ!

પોલીસે યુવતી સાથે રોકાયેલા યુવક દિલીપ રાઠોડને દબોચીને કડક પૂછપરછ કરતા તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મૃતક ભાવના લોંચા એકાકી જીવન જીવતી હતી. તેના અગાઉ બે લગ્ન થયા હતા. પ્રથમ પતિના અવસાન બાદ બીજા પતિ સાથે છૂટાછેડા થતા તે સ્વતંત્ર રહેતી હતી. આરોપી દિલીપ રાઠોડ પણ પત્નીથી અલગ થઈ એકલો રહેતો હતો. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો.

દિલીપને શંકા હતી કે ભાવના અન્ય પુરુષો સાથે પણ મૈત્રી સંબંધો ધરાવે છે. આ બાબતે હોટેલના રૂમમાં ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઈને દિલીપે ભાવનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ પોલીસે આરોપી દિલીપ રાઠોડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વિધિવત્ ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.