ભુજના કુકમા ગામ નજીક વાડીના ખુલ્લા બોરવેલમાં મજૂર ખાબક્યો, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kutch news: ભુજના કુકમા ગામ નજીક ગોપાલભાઈ નામના ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરમાં પડી જતાં મજૂર જિંદગી અને મોત વચ્ચે વલખાં મારી રહ્યો છે. જોકે પારિવારિક ઝઘડા બાદ જમીનથી 3 ફૂટ ઊંચા બોરમાં કૂદકો મારી દીધો હોવાની પણ શક્યતા છે. યુવકે જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો છે કે પછી અકસ્માતે પડ્યો છે તે અંગેનું સાચુ કારણ હજુ સામે આવ્યું નથી.
યુવકને બહાર કાઢવા માટેના પ્રયાસો શરૂ
આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વાડી આસપાસ અન્ય મજૂરો ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી મજૂરને બહાર કાઢવાની જહેમત હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પધ્ધર પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. સાથે કેવી રીતે આ બનાવ બન્યો તે અંગે પણ તપાસ આદરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
બોરમાં 150 ફૂટ નીચે ફસાયો છે પરપ્રાંતીય મજૂર
ભુજ ફાયર ટીમ દ્વારા આધુનિક સાધન સામગ્રીથી 150 ફૂટ નીચે ફસાયેલા પર પ્રાંતિય મજૂરને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મજૂર સુરક્ષિત રીતે બહાર નીકળે તે માટે પંથકના લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ભુજ પ્રાંત, મામલતદાર, 108 અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે હાજર છે.
'થોડા સમયમાં યુવક બહાર આવી જાય તેવી શક્યતા'
ભુજ પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ, 'બોરમાં પડેલા યુવકનું છેલ્લા બે-ત્રણ કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં ગૃહ કંકાસમાં યુવક બોરમાં કૂદી ગયો હોય તેવું જણાવા મળ્યું છે, જો કે, હકીકત પોલીસ તપાસ બાદ જાણી શકશે. સંભવિત થોડા સમયમાં યુવકને બહાર આવે તેવા ભરપૂર પ્રયાસો છે.'








