World

મેલાનિયા ટ્રમ્પે કરાવ્યું રશિયા અને યુક્રેન વચ્ચે ઐતિહાસિક સીઝફાયર, કહ્યું, 'મારી પહેલ વગર આ અશક્ય હતું'

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની મધ્યસ્થીથી રશિયા અને યુક્રેન વચ્ચે ઐતિહાસિક યુદ્ધવિરામ થયો છે. દક્ષિણ યુક્રેનના વ્યૂહાત્મક શહેર ઓલેશકીમાં 29 ઓક્ટોબર 2026 થી લશ્કરી કાર્યવાહી અસ્થાયી રૂપે રોકવા સહમતી સધાઈ છે. આ કરારનો મુખ્ય હેતુ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી નિર્દોષ નાગરિકોને માનવતાવાદી સહાય પૂરી પાડવાનો અને તેમને સુરક્ષિત બહાર કાઢવાનો છે. આ યુદ્ધવિરામ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓથી વિપરીત મેલાનિયાની બેક-ચેનલ ડિપ્લોમસીનું પરિણામ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેલાનિયા ટ્રમ્પે કરાવ્યું રશિયા અને યુક્રેન વચ્ચે ઐતિહાસિક સીઝફાયર, કહ્યું, 'મારી પહેલ વગર આ અશક્ય હતું'

Melania Trump Mediates Historic Russia Ukraine Ceasefire: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા યુદ્ધમાં જે કામ મોટા વૈશ્વિક નેતાઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ ન કરી શક્યા, તે અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે કરી બતાવ્યું છે. મેલાનિયા ટ્રમ્પની સીધી મધ્યસ્થતા બાદ રશિયા અને યુક્રેન દક્ષિણ યુક્રેનના વ્યૂહાત્મક શહેર ઓલેશકી (Oleshky) માં લશ્કરી કાર્યવાહી અસ્થાયી રૂપે રોકવા માટે સહમતી દર્શાવી છે. વ્હાઇટ હાઉસની સત્તાવાર પુષ્ટિ અનુસાર, આ ઐતિહાસિક સીઝફાયર 29 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે. આ સમજૂતીનો મુખ્ય હેતુ યુદ્ધના ફ્રન્ટલાઇન પર અટવાયેલા નિર્દોષ નાગરિકો સુધી જીવનરક્ષક માનવતાવાદી સહાય પહોંચાડવાનો અને તેમને સુરક્ષિત બહાર કાઢવાનો છે.

ટ્રમ્પના દાવાની આગળ નીકળી મેલાનિયાની નીતિ

જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરતા રહ્યા કે, તેઓ 24 કલાકમાં યુદ્ધ રોકી શકે છે, ત્યાં મેલાનિયા ટ્રમ્પે કોઈપણ મોટા રાજકીય શોરબકોર વિના 'બેક-ચેનલ ડિપ્લોમસી' નો ઉપયોગ કરીને બંને દેશોના નેતૃત્વ સાથે સીધો સંપર્ક સાધ્યો. મેલાનિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'એ વાત બિલકુલ સ્પષ્ટ હતી કે, મારા સીધા હસ્તક્ષેપ વિના શહેરમાં માનવતાવાદી સહાય પહોંચાડવી અને અસહાય લોકોને ત્યાંથી બહાર કાઢવા પૂરતા પ્રમાણમાં અશક્ય હતા.'

ફ્રન્ટલાઇન શહેર ઓલેશકીમાં રાહતની આશા

ઓલેશકી શહેર ખેરસોન વિસ્તારમાં નીપ્રો નદીના કિનારે આવેલું છે, જ્યાં હાલ માત્ર 1700 થી 2000 લોકો અને આશરે 50 બાળકો જ બચ્યા છે. કાખોવકા ડેમ તૂટ્યા બાદ શહેરનો 90% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, અને તે બારૂદી સુરંગો તેમજ મિસાઇલ હુમલાઓની ચપેટમાં હતો.

સીઝફાયર હેઠળ શું થશે?

બંને દેશોના બિન-લશ્કરી વહીવટી પ્રતિનિધિઓ ઘરોની મુલાકાત લઈને દવાઓ, ખોરાક અને પીવાનું પાણી પૂરું પાડશે.

નાગરિકોને સુરક્ષિત બહાર નીકળવા માટે 'સેફ પેસેજવે' આપવામાં આવશે. નાગરિકો પોતાની મરજી મુજબ રશિયા કે યુક્રેનના સુરક્ષિત વિસ્તારો તરફ જઈ શકશે.

પારદર્શિતા જાળવવા માટે એક સ્વતંત્ર અમેરિકી મીડિયા સંગઠન જમીન પર હાજર રહીને આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનનું નિરીક્ષણ કરશે.

વિશ્લેષકોના મતે, આ યુદ્ધવિરામ માત્ર એક જ શહેર પૂરતો સીમિત હોવા છતાં, યુદ્ધ શરૂ થયા પછી આ પહેલી વાર બન્યું છે, જ્યારે બંને દેશોએ કોઈ અમેરિકી મધ્યસ્થની વાત માનીને પોતાના હથિયારો હેઠા મૂક્યા હોય.