Get The App

ફતેગંજની સ્કૂલમાં બાળકોએ 1200 ચોરસ મીટરનો કિચન ગાર્ડન બનાવ્યો

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
ફતેગંજની સ્કૂલમાં બાળકોએ 1200 ચોરસ મીટરનો કિચન ગાર્ડન બનાવ્યો 1 - image

વડોદરાઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો પણ પોતાની કેટલીક પ્રવૃત્તિઓના કારણે ખાનગી સ્કૂલો માટે ઉદાહરણરુપ સાબિત થતી હોય છે.શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ સ્કૂલમાં મિશન ગ્રીન સ્કૂલ કન્સેપ્ટ હેઠળ સ્કૂલ કેમ્પસની ૧૨૦૦ ચોરસ મીટર જગ્યામાં બાળકોની મદદથી શાકભાજીનો ગાર્ડન બનાવવામાં સફળતા મળી છે.

આ ગાર્ડનમાં બીટ, ગાજર, મૂળા, હળદર, મરચા, ટામેટા, આદુ, મૂળા, ભીંડા સહિતના શાકભાજી ઉગાડવામાં આવે છે અને હવે અહીંયા ફ્રુટ ગાર્ડન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.શાકભાજી ગાર્ડનની જેમ આ ફ્રુટ ગાર્ડનમાં છોડની બાળકો જો માવજત કરી રહ્યા છે.

આ કામ માટે શહેરની એનજીઓ સાવિત્રી સોશ્યલ ફાઉન્ડેશને સહાયયતા કરી છે.સંસ્થાના રીના રસ્તોગી કહે છે કે, અમે સરકારી સ્કૂલો અને શિક્ષણ સમિતિની સ્કૂલોને દત્તક લઈને બાળકોને કિચન ગાર્ડનિંગથી માંડી પર્યાવરણની જાળવણી કેવી રીતે થાય તેની પ્રવૃત્તિ કરાવીએ છે.

અત્યારે સ્કૂલમાં આ પ્રવૃત્તિઓ માટે ધો.૭ અને ૮ના  વિદ્યાર્થીઓની ગ્રીન આર્મી તૈયાર કરવામાં આવી છે.જે કિચન ગાર્ડનિંગની સાથે વેસ્ટમાંથી બેસ્ટ અને ખાતર પણ બનાવે છે.આમ બાળકોને ખેતીનું, ખેડૂતોનું  અને અનાજનો બગાડ કેમ ના કરવો જોઈએ તેનું મહત્વ સમજાઈ રહ્યું છે.