Get The App

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભા

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભા 1 - image


Amreli News : અમરેલીના ચલાલા ખાતે રાજુ કરપડાએ ‘કિસાન સંકલ્પ યાત્રા’ દ્વારા 150 ટ્રેક્ટરો અને 100 જેટલી મોટર કારના કાફલા સાથે ભવ્ય રેલી યોજી હતી. વિશાળ જનમેદની વચ્ચે ટ્રેક્ટર પર સવાર થઈને કરપડાએ આમ આદમી પાર્ટી(AAP) પર આકરા પ્રહારો કર્યા હતા.

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા

ચલાલામાં ભવ્ય રેલી દરમિયાન રાજુ કરપડાએ ‘AAP’ને નિશાને લઈ જણાવ્યું હતું કે, "મેં રાજીનામું આપ્યું તેની માત્ર 20મી મિનિટે મને ગદ્દાર કહ્યો." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ કોઈ સત્તાના મોહમાં નહીં પરંતુ માત્ર ખેડૂતોના હિત માટે મેદાનમાં ઉતર્યા છે. ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તે જ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભા

અમરેલી અને ધારીમાં જંગી જનસમર્થન મેળવ્યા બાદ હવે ‘કિસાન સંકલ્પ યાત્રા’ 21 માર્ચ, 2026ના રોજ વિસાવદર તરફ પ્રયાણ કરશે. વિસાવદર જે ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાય છે, ત્યાં રાજુ કરપડા જાહેર સભા ગજવવાના છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે માવઠું

ચલાલામાં યોજાયેલી આ રેલીમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે વિસાવદરમાં યોજાનારી સભા આગામી સમયમાં કેવા નવા રાજકીય સમીકરણો રચે છે.