Gujarat

મજૂરી કરવા આવેલા પરિવારની સગીરાનું અપહરણ

By GS TEAM
18 Mar 20261 min read
મજૂરી કરવા આવેલા  પરિવારની સગીરાનું અપહરણ

 વડોદરા,દાહોદના શ્રમજીવી પરિવારની ૧૫ વર્ષની દીકરી ગૂમ થઇ જતા પરિવારે અપહરણની  ફરિયાદ નોંધાવી છે.

દાહોદનો  શ્રમજીવી પરિવાર હાલ વડોદરામાં  હરણી રોડ વિસ્તારમાં રહે છે. પરિવારની ૧૫ વર્ષની દીકરીએ ધો.૯ સુધી અભ્યાસ કર્યો છે. ગત ૧૫ મી તારીખે સવારે આઠ વાગ્યે કિશોરી સંગમ નાકા પર જઉં છું. તેવું કહીને ઘરેથી નીકળી હતી. સાંજે સાત વાગ્યા સુધી તે પરત નહીં આવતા પરિવારજનોએ શોધખોળ કરતા તે મળી આવી નહતી. સગા સંબંધીઓને પણ તેઓએ કોલ કરીને પૂછપરછ કરી હતી. પરંતુ, કોઇ ભાળ મળી નહતી. જેથી, પરિવારે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવતા વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.