Gujarat

કોરોનાના કારણે કવાંટના બજારો બપોર સુધી જ ખુલ્લા

By GS Team
1 Aug 20201 min read
This article was originally published on 1 Aug 2020
કોરોનાના કારણે કવાંટના બજારો બપોર સુધી જ ખુલ્લા

કવાંટ  તા.1 જુલાઇ 2020 શનિવાર

કવાંટ તાલુકામાં ત્રણ દિવસ અગાઉ આઠ કોરોના પોઝિટિવ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તા.૩ આગસ્ટ ના રોજ રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે .

જેને ધ્યાનમાં લઈ  કવાંટ ગામમાં વિવિધ વિસ્તારમાં રાખડીઓની લારીઓ તેમજ સ્ટોલ ખુલી ગયા છે પરંતુ કોરોના સંક્રમણની ભીતિને લઈ આ વખતે કવાંટના રાખડી બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

કોરોના વાઇરસ ની મહામારીને કારણે અનેક ધંધા રોજગાર પડી ભાગ્યા છે.તેવે સમયે કવાંટ નગર સહિત તાલુકામાં 15   કોરાના પોઝિટિવ કેસો આવતા કવાંટના બજારો  બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લા રહે છે.તે બાદ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક દુકાનો બંધ કરી દેવેમાં આવે છે. અડધો દિવસ બજારો  ખુલ્લા રહેવાના કારણે બજારોમાં નીરસતા જોવા મળે છે.

ભાઈ બહેન ના નિઃસ્વાર્થ પ્રેમ ના પર્વ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં લઈ ે બજારોમાં અવનવી ડિઝાઇનની રાખડીઓ વેચાણ માટે આવી છે પરંતુ કોરોના ના કારણે બજારોમાં નીરસતા જોવા મળે છે.ધંધા રોજગાર ચોપાટ થતા રાખડી બજારમાં આ વર્ષે ધરાકી નહીવત રહે તેવી શક્યતા છે.