કપડવંજ પાસે ગમખ્વાર અકસ્માત: પીકઅપ વાન પલટી જતાં 2 શ્રમિકના મોત, 15 ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Road Accident Near Kapadvanj : ખેડા જિલ્લાના કપડવંજ નજીક આલમપુરા પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મજૂરોને લઈ જતી એક પીકઅપ વાનના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતાં વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે પીકઅપ વાન રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં વાનમાં સવાર 2 શ્રમિકના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત અન્ય 15 વ્યક્તિને ઈજા થઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કપડવંજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ચોક્કસ ઓળખ થઈ શકી નથી, જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. કપડવંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત કેવી રીતે થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.









