Get The App

કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી યુ-ટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, જૂનાગઢમાં પાંચ શખસ સામે ફરિયાદ

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી યુ-ટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, જૂનાગઢમાં પાંચ શખસ સામે ફરિયાદ 1 - image


Kirti Patel Controversy: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકીની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના એક યુ-ટ્યુબરે કીર્તિ પટેલના વિવાદાસ્પદ વીડિયોનો વિરોધ કરતા, તેને ધમકાવી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ત્રાસથી કંટાળી યુવકે બે વાર ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.

શું હતો વિવાદ?

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ ખાતે યોજાયેલા મહા શિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુ-ટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો ખાર રાખી કીર્તિ અને તેની ટોળકીએ અબજલને નિશાન બનાવ્યો હતો. જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડાએ બેવાર ફિનાઈલ ગટગટાવી લીધુ હતું.

આરોપીઓના ત્રાસથી કંટાળી અબજલ સીડાએ પહેલા પોતાના ઘરે ફિનાઈલ પીધું હતું. ત્યારબાદ જેતપુર નવાગઢ પાસે ભાદરના પુલ નજીક બીજી વાર ફિનાઈલ ગટગટાવ્યું હતું. હાલમાં યુવક સારવાર હેઠળ છે અને તેની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જૂનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ ધરી

પોલીસે 5 આરોપીઓ સામે નોંધી ફરિયાદ

આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી છે. વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે આ વખતે પોલીસ કડક વલણ અપનાવે તેવી શક્યતા છે.