Gujarat

બંધ મકાનમાંથી સાડા પાંચ તોલાના દાગીનાની ચોરી

By GS TEAM
24 Apr 20261 min read
બંધ મકાનમાંથી સાડા પાંચ તોલાના દાગીનાની ચોરી

વડોદરા, બહારગામ  ગયેલા પરિવારના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોનાના સાડા પાંચ તોલા વજનના દાગીના ચોરી ગઇ હતી. 

તરસાલી શરદનગર સોસાયટીમાં રહેતો હર્ષ ઉદયકુમાર ભટ્ટ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે મોડીરાત્રે તેઓ પત્ની અને પુત્રી સાથે માસરરોડ સાસરીમાં ગયા હતા. રાત્રિ દરમિયાન ચોર ટોળકી તેમના ઘરના મુખ્ય દરવાજાનું લોક તોડીને અંદર ઘુસી  હતી. ચોર ટોળકી તિજોરીમાંથી સોનાના સાડા પાંચ તોલા વજનના દાગીના તથા રોકડા ૨૦ હજાર મળીને કુલ રૃપિયા ૧.૮૨ લાખની મતાા ચોરી ગઇ હતી. જે અંગે મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.હાલમાં એક તોલા વજનના  સોનાની કિંમત દોઢ લાખ છે. જ્યારે  પોલીસે માત્ર ૨૫  હજાર જ કિંમત ગણી છે.