Get The App

જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી બિનવારસી બુઝુર્ગ મહિલાનો મૃતદેહ મળી આવ્યો : વાલી-વારસદારની શોધખોળ

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી બિનવારસી બુઝુર્ગ મહિલાનો મૃતદેહ મળી આવ્યો : વાલી-વારસદારની શોધખોળ 1 - image

Jamnagar : જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ-194 મુજબ નોંધાયેલાં બનાવ અંગે જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે તા.08/06/2026ના રોજ એક બુઝુર્ગ મહિલાનું મૃત્યુ થયું હોવાનું નોંધાયું છે.

મળતી વિગતો મુજબ, અંદાજે 70 વર્ષીય મહિલા, જેનું નામ નીરુબેન લીલાધર કપટા હોવાનું જાણવા મળેલ છે, તેઓ હર્ષદ મિલ કમ્પાઉન્ડ, જાગૃતિ કોલોની, બ્લોક નં. 03, રૂમ નં.143, જામનગર ખાતે રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મહિલાને કોઈ બીમારી સબબ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરતા તેમનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.

મૃતક મહિલાના કોઈ વાલી-વારસ કે સંબંધીઓ હજુ સુધી મળી આવ્યા નથી. તેથી જામનગર સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો, સગા-સંબંધીઓ અથવા ઓળખાણ ધરાવતા વ્યક્તિઓને આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો છે. મૃતક અંગે કોઈ માહિતી હોય અથવા તેમના વાલી-વારસ અંગે જાણકારી હોય તો જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરાઈ છે.