જામનગર જિલ્લા પોલીસ વિભાગની ત્રીજી આંખ ચાંપતી નજર રાખવામાં રાજ્યભરમાં રેન્કિગમાં બીજા સ્થાને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર જિલ્લા પોલીસ વિભાગની કમાન્ડ કન્ટ્રોલ (નેત્રમ) ની ટીમ કે જેઓએ જામનગર જિલ્લામાં ત્રિમાસિક કામગીરીના રિપોર્ટ દરમિયાન અસરકારક અને પ્રસંશનીય કામગીરી કરી હોવાથી ત્રિમાસિક ગાળાના રિપોર્ટના અનુસંધાને સમગ્ર રાજ્યમાં બીજા રેન્ક સાથે અવ્વલ કામગીરી કરી હોવાથી રાજ્યના ડી.જી.પી. દ્વારા જામનગર નેત્રમ વિભાગની ટીમને પુરસ્કૃત કરાયા હતા, અને જિલ્લા પોલીસવડા સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી વિશ્વાસ પ્રોજેકટ હેઠળના 'વન નેશન, વન પ્રોગ્રામ' પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક નિયમનો તથા શહેરમાં બનતા ગુન્હાનાઓની શોધ માટેની કામગીરી કરવામા આવે છે. જેમા જામનગર 'નેત્રમ' ટીમ દવારા તા.01.10.2025 થી તા.31.12.2025 દરમ્યાન ત્રીમાસીક ક્વાર્ટર-4માં જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલની સુચના મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પરેશભાઇ એ.ખાણધર, પો.હેડ.કોન્સ પ્રદિપસિંહ સોઢા તથા નેત્રમની ટીમની અથાગ મહેનતથી હિટ એન્ડ રનના-26 કેસો, ગુમ-01, ચોરી-24, લૂંટ-02, ભયજનક રીતે વાહન ચલાવતા વાહન ચાલક વિરુદ્ઘના-223 કેસો તેમજ અન્ય કેસો-29 તથા કુલ 17 અરજદારોને તેમનો સામાન પરત અપાવી કુલ-323 ગુનાનું ડિટેક્શન કરી ગુજરાત રાજ્ય કક્ષાએ ડિટેક્શન કેટેગરીમાં જામનગર જિલ્લાને સમગ્ર રાજ્યમાં સેકન્ડ રેંક અપાવી હતી.
જે પ્રશંસનીય અને અસરકારક કામગીરી કરવા બદલ ગુજરાત રાજયના ડી.જી.પી ડો.કે.એલ એન.રાવના હસ્તે જામનગર પોલીસ વિભાગની નેત્રમ ટીમ વતી એ.એસ.આઇ.પરેશભાઇ એ.ખાણધરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા સમગ્ર નેત્રમ ટીમને આ પ્રમાણપત્ર મેળવવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.









