જલ જીવન મિશનના દાવા પાણીમાં, ગુજરાતમાંથી હેન્ડ પંપ બંધ હોવાની 1.51 લાખ ફરિયાદો મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jal Jeevan Mission Gujarat : ગુજરાત સરકાર દ્વારા દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે 'જલ જીવન મિશન' અંતર્ગત કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે અને સરકારી દાવાઓની પોલ ખુલી રહી છે.
હેન્ડપંપ બંધ અને ફરિયાદોનો ડુંગર
પાણી પુરવઠા વિભાગની હેલ્પલાઈન પર છેલ્લા 3 વર્ષમાં આવેલી ફરિયાદોનો આંકડો દર્શાવે છે કે, ગ્રામીણ વિસ્તારોમાં પાણી માટે પ્રજા ત્રાસી ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં વિભાગને પાણી મુદ્દે કુલ 1.51 લાખથી વધુ ફરિયાદો મળી છે. કેગના અહેવાલ અનુસાર, કુલ ફરિયાદોમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે 1.34 લાખ ફરિયાદો માત્ર બંધ પડેલા હેન્ડપંપ અંગેની છે. ગામડાઓમાં પીવાના પાણીના વૈકલ્પિક રેત સમાન હેન્ડપંપો યોગ્ય જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ સિવાય, 17,000 થી વધુ ફરિયાદો એવી છે જેમાં ગ્રામજનને પૂરતું પાણી જ મળતું નથી.
વહીવટી લાલિયાવાડી અને સમયનો બગાડ
સકારે નિયમ બનાવ્યો હતો કે પાણી અંગેની કોઈપણ ફરિયાદનો નિકાલ મહત્તમ 7 દિવસમાં કરી દેવામાં આવશે. પરંતુ લાલિયાવાડી એવી છે કે આ ફરિયાદો ઉકેલવામાં 30 દિવસથી લઈને 6 મહિના સુધીનો સમય લાગી રહ્યો છે. ટૂંકમાં, સરકારના જલ જીવન મિશન હેઠળ ઘેર-ઘેર પાણી પહોંચાડવાના દાવાઓ જમીની સ્તરે પોકળ સાબિત થઈ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
હેલ્પલાઈન અંગે અજાણ ગ્રામજનો
પાણી પુરવઠા વિભાગે પ્રજા ફરિયાદ નોંધાવી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1916 જાહેર કર્યો છે. આ નંબરની વિગતો ગ્રામ પંચાયત, આંગણવાડી અને જાહેર સ્થળો પર પ્રદ શત કરવાનો આદેશ હતો. પરંતુ તાજેતરમાં થયેલા એક સરકારી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, 75 ટકા લોકોને આ હેલ્પલાઈન વિશે કોઈ જ માહિતી નથી. પ્રચાર-પ્રસારના અભાવે સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવું સ્પષ્ટ જણાય છે.




