Get The App

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું 1 - image

ભાવનગરસ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આગામી તા.૧૬ જુલાઈને ગુરૃવારે શહેરમાં પરંપરાગત રીતે ૪૧ મી રથયાત્રા વાજતે-ગાજતે નિકળશે. આ રથયાત્રાના આયોજનને લઈને કાર્યાલયનો ઉદઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ વાઘાવાડી રોડ પર સુમેરૃ સુવાસ કોમ્પ્લેક્ષના નૂતન કાર્યાલયમાં યોજાયો હતો. પ્રારંભે સમિતિના કાર્યકારી અધ્યક્ષ પાર્થ ગોંડલીયાએ સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય આગેવાનો, પૂર્વ સાંસદ, પૂર્વ પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં ધ્વજારોહણ તથા કાર્યાલયનું ઉદઘાટન સંપન્ન થયુ હતુ. મહેમાનોએ પ્રેરક ઉદબોધન કર્યા હતા. આભારવિધિ અધ્યક્ષ હરૃભાઈ ગોંડલીયાએ કરી હતી.