Get The App

જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ફિશિંગ વેકેશન: ચોમાસા પહેલાં દરિયા કિનારે 700 જેટલી બોટોના સમારકામની કામગીરી પૂરજોશમાં

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ફિશિંગ વેકેશન: ચોમાસા પહેલાં દરિયા કિનારે 700 જેટલી બોટોના સમારકામની કામગીરી પૂરજોશમાં 1 - image


Amreli News: અમરેલી જિલ્લાનો દરિયા કાંઠો ગણાતા જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર એટલે દરિયામાં રહીને જીવન નિર્વાહ કરતા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો ચોમાસાની ઋતુમાં દરિયામાં માછીમારી પ્રતિબંધિત હોવાથી વેકેશનના સમયગાળામાં માછીમારો લાખો-કરોડો રૂપિયાની ફિશિંગ બોટોની મરામતની કામગીરીઓ કરતા હોય છે. ચાલો જાણીએ જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના માછીમારો કેવી રીતે કરે છે બોટ રિપેરિંગ અને રિનોવેશનની કામગીરી.

જાફરાબાદ કોસ્ટલ બંદરના માછીમારોની બોટ રિપેરિંગની કારીગીરી શરૂ

હાલ જાફરાબાદના દરિયા કાંઠે મોટી સંખ્યામાં તમામ બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે. જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર સહિતના દરિયાઈ ખેડુઓ માછીમારી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. ત્યારે ચોમાસાની ઋતુઓમાં સરકાર દ્વારા દરિયામાં માછીમારી પ્રતિબંધિત હોય આથી જાફરાબાદ પંથકની 700 જેટલી બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે. આ વેકેશન દરમિયાન માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા ખારવા અને કોળી સમાજના માછીમારો પોતાની બોટોને રિનોવેશન કામગીરીઓ હાથ ધરી નવી બોટો તૈયાર કરવાય છે. જેમાં કોલ્ડ સ્ટોરેજ, માછીમારી કરવાની જાળીઓ રિપેરિંગ સહિતની બોટની નાની મોટી કામગીરીઓ બંદર ખાતે પૂરબહારમાં જોવા મળી રહી છે, ત્યારે બોટો રિપેરિંગ સાથે ચોમાસામાં માછીમારોના લગ્ન પ્રસંગો અને વ્યવહારિક કામો પૂર્ણ કરવાની ખલાસીએ જણાવ્યું હતું.

માછીમારોના જણાવ્યા અનુસાર, લાકડા અને ફાયબરની બોટો રીપેરીંગ કાર્ય ચાલુ છે. સરકાર દ્વારા 15 ઓગસ્ટથી ફિશિંગ માટેની પરવાનગી આપશે. આ પહેલા તમામ બોટમાં જાળનું રિપેરિંગ કામ કરવાની સાથે દરિયામાંથી ક્રેન દ્વારા મસમોટી બોટો ઉચકીને ટ્રકમાં કિનારે લાવીને સમારકામ શરૂ થશે.

માછીમાર બોટ એશોસીએશન જાફરાબાદના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, દરિયા વચ્ચે જીવન નિર્વાહ કરતા માછીમારો હાલ વેકેશન ગાળી રહ્યા છે. પણ હાલ 150 થી 200 જેટલી બોટનું સમારકામ શરૂ છે. ફરી 15 ઓગસ્ટથી માછીમારી વ્યવસાય ફરી ધમધમતો થશે.