Gujarat

ઓઢવમાં અકસ્માતના બહાને બે વેપારીને માર મારી રૃા. ૪.૫૦ લાખ લૂંટી લીધા

By GS TEAM
19 Feb 20262 mins read
ઓઢવમાં અકસ્માતના બહાને બે વેપારીને  માર મારી રૃા. ૪.૫૦ લાખ લૂંટી લીધા

અમદાવાદ, ગુરુવાર

પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી નિર્દોષ વાહન ચાલકનો પીછો કરીને મારા મારીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. ઓઢવમાં અકસ્માતના બહાને બે વેપારીને  માર મારીને ડેકી ખોલાવીને રૃા.૪.૫૦ લાખ લૂંટી લીધા હતા. આ બન્ને બનાવ અંગે ઓઢવ પોલીસે લૂંટના ગુના નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કેમ અકસ્માત કર્યો, વાહનની ડેકી ખોલાવી આંગડિયાથી લાવેલા  રૃા. ૪ લાખ લૂંટયા વાહન કેમ સ્પીડમાં ચલાવે છે કહી લાફા મારી રૃા. ૫૦ હજારની લૂંટ ચલાવી

નિકોલમાં રહેતા અને અસલાલીમાં કારખાનું ધરાવત વેપીરીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણી  બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા. ૦૬-૦૨-૨૬ના રોજ ધંધાના રૃપિયા બાપુનગરમાં આવેલી આંગડીયા પેઢીમાંથી રૃા.૪ લાખ લઈને એક્ટિવાની ડેકીમાં  મૂકીને ઘરે જતા હતા ત્યારે ઓઢવમાં કિંગસ્ટોન બિલ્ડીંગ પાસેથી પસાર થતા હતા ત્યારે સાંજના સમયે બે અજાણ્યા શખ્સો બાઈક લઈને આવીને એકટીવા ઉભું રખાવીને તમે કેમ મારી ગાડીને અકસ્માત કર્યો છે કહીને તકરાર કરીને માર મારીને એકટીવાની ચાવી લઈને ડેકીમાંથી રૃા.૪ લાખ લૂંટીને નાસી ગયા હતા.

બીજા બનાવમાં આશ્રમ રોડ ઇન્કમટેક્ષ પાસે રહેતા અને ઓઢવમાં ટ્રેડીંગનો ધંધો કરેતા વેપારી તા.૨૭-૦૧-૨૬ના રોજ સાંજના સમયે એકટીવા લઈને રખિયાલમાં વેપારી પાસેથી રૃા.૪૯,૫૦૦ ડેકીમાં મૂકીને ઓઢવ મનમોહન ચાર રસ્તા પાસેથી જતા હતા. તેમની પાછળ અજાણ્યા શખ્સે આવીને વેપારી વેપારીને કહ્યું કે એકટીવા ચલાવતા આવડતું નથી લાગતું નથી કેમ સ્પીડમાં ચલાવો છે તેમ કહીને તકરાર કરીને લાફા મારીને એકટીવાની ડેકી ખોલાવીને રૃા.૪૯,૫૦૦ની લૂંટ ચલાવી હતી.