Gujarat

રાણકદેવી મહેલને જુમ્મા મસ્જિદ નામ આપી દેવું એ ગંભીર ભૂલ

By GS Team
31 Jul 20202 mins read
This article was originally published on 31 Jul 2020
રાણકદેવી મહેલને જુમ્મા મસ્જિદ નામ આપી દેવું એ ગંભીર ભૂલ

જૂનાગઢ, તા. 31 જુલાઈ, 2020, શુક્રવાર

જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલા રાણકદેવી મહેલને પુરાતત્વ અને પ્રવાસન વિભાગે જુમ્મા મસ્જીદનું નામ આપી ગંભીર ભુલ કરી છે. આ અંગેનું ત્યાં બોર્ડ પણ લગાવ્યું છે. આ મામલે જૂનાગઢ, કેશોદ સહિતના શહેરોના રાજપૂત સમાજે ખોટુ બોર્ડ ઉતારી મહેલનું ફકત રાણકદેવીનો મહેલ નામ રાખવામાં આવે એવી માંગણી સાથે મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રીને રજૂઆત કરી છે. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં રાણદેવીનો મહેલ છે. તે જગ્યાએ પ્રવાસન અને પુરાતત્વ વિભાગનું બોર્ડ છે. તેમાં રાણક દેવીનો મહેલ અને જુમ્મા મસ્જીદ એવો ઉલ્લેખ છે. રાણકદેવી મહેલને જુમ્મા મસ્જીદ નામ આપી દેવું  એ ગંભીર ભુલ છે.

આ મામલે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્નડા પૂર્વ ડિરેકટર અને કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ યોગેન્દ્રભાઈ પઢીયારે કલેકટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે, ઉપરકોટ કિલ્લો હિંદુ ધર્મના રાજાઓએ બનાવેલો છે. તે ઈતિહાસમાં પ્રમાણિત છે. રામકદેવીએ રાં ખેંગારજીના મહારાણી હતાં. રાં વંશે લાંબા સમય સુધી જૂનાગઢ પર શાસન કર્યું હતું. આ હકિકત જગપ્રસિધ્ધ છે. છતાં રાણકેદવીના મહેલને જુમામા મસ્જીદ નામ આપવું એ હિંદુ સમાજ, ક્ષત્રિય રાજપૂત સમાજનું અપમાન છે.

આથી ઇતિહાસવિદો, પુસ્તકોમાંથી માહિતી મેળવી તથા ૧૯૯૦માં ઉપરકોટની ફોટો ગ્રાફી વિડીયો ગ્રાફી થઈ હતી. તે રેકર્ડ મોજુદ હશે. તેનો અભ્યાસ કરી બોર્ડતથા  ઉપરકોટમાં થયેલા ધાર્મિક દબાણ દૂર કરવા માંગ કરી છે.

જયારે જૂનાગઢ જિલ્લા રાજપૂત સમાજના તથા કેશોદ રાજપૂત સમાજના આગેવાનોે પણ આજે કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રાજમહેલને ફકત રાણકદેવી મહેલ નામ આપવા તેમજ હાલ જે ખોટુ બોર્ડ છે તે દૂર કરવા માંગણી કરી છે.