Get The App

વડોદરા એસ.ઓ.જી.ના ASI ની મિલકતોની તપાસ શરૃ કરાઇ

પોલીસે તેના બેંક એકાઉન્ટની વિગતો મેળવવા માટે બેન્કને પત્ર લખ્યો

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા એસ.ઓ.જી.ના ASI ની મિલકતોની તપાસ શરૃ કરાઇ 1 - image

વડોદરા,૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં પકડાયેલા આરોપી સાથે વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ની ધરપકડ કર્યા પછી સ્ટેટ મોનિટરિંગ સેલે રિમાન્ડ મેળવ્યા હતા. આ કેસમાં વધુ તપાસ માટે પોલીસે  લક્ષ્મીકાંતના  પરિવારજનોના બેંક એકાઉન્ટની વિગતો મગાવી છે. 

ગત ૯ મી જાન્યુઆરીએ સ્ટેટ મોનિંટરિંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે વડોદરા રેલવે સ્ટેશન પરથી ૨૩૯.૯૪૦ ગ્રામ હેરોઇન સાથે આરોપીઅમરીકસિંઘ ઉર્ફે સોનુ સરવણસિંઘ મલ્હી,ઉં.વ.૩૭ (રહે. ગુરૃનાનક નગર, છાણી જકાતનાકા) ને ઝડપી પાડયો હતો. આ કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના ASI  લક્ષ્મીકાંત ભીખુભાઇ દેસાઇ, ઉં.વ.૫૭ (રહે.સનમિલન સોસાયટી,   હાઇટેન્શન રોડ, સુભાનપુરા) ની ધરપકડ કરી રિમાન્ડ લેવાયા છે. પોલીસની ટીમે લક્ષ્મીકાંતના ઘરે તપાસ કરી છે. તેના પરિવારજનોની મિલકત તેમજ સંપતિની માહિતી પોલીસ એકત્રિત કરી  રહી છે. પોલીસે મિલકતોની વિગતો માટે રેવન્યૂ ડિપાર્ટમેન્ટને પત્ર લખ્યો છે. એક એવી માહિતી મળી છે કે, લક્ષ્મીકાંતની તેના વતનમાં ખેતીની જમીન પણ છે. આ જમીનો તેણે કઇરીતે ખરીદી. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.  



એસ.ઓ.જી. પી.આઇ.ને લિવ રિઝર્વમાં મૂકાયા

વાડી  પી.આઇ.ને એસ.ઓ.જી.નો ચાર્જ સોંપાયો 

 વડોદરા,

એસ.એમ.સી.એ વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની  ધરપકડ કર્યા પછી શહેર પોલીસ કમિશનરે કડક પગલા ભરવાની શરૃઆત કરી છે.એસ.ઓ.જી. પી.આઇ.ની બદલી લિવ રિઝર્વમાં કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ વાડીના  પી.આઇ.જે.જી.ગામીતની નિમણૂંક કરાઇ છે. જ્યારે વાડીના ફર્સ્ટ પી.આઇ.નો ચાર્જ સેકન્ડ પી.આઇ.ને આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ એસ.એમ.સી.એ કોયલી વિસ્તારમાંથી દારૃનો મોટો જથ્થો પકડયો હતો. તે અંગે પણ પોલીસ સામે કાર્યવાહી થશે.