Get The App

ચોમાસા પૂર્વે જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા અને કંટ્રોલ રૃમ કાર્યરત રાખવા નિર્દેશ

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
ચોમાસા પૂર્વે જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા અને કંટ્રોલ રૃમ કાર્યરત રાખવા નિર્દેશ 1 - image

પૂર, ભારે વરસાદ અને રોગચાળાની સ્થિતિમાં તંત્ર એલર્ટ રહે

પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરાઈ

ભાવનગરભાવનગર જિલ્લામાં ચોમાસાની ઋતુના આગમન પૂર્વે જોખમી હોર્ડિંગ્સોને દૂર કરવા અને ચોમાસા દરમિયાન કંટ્રોલ રૃમને રાઉન્ડ ધ ક્લોક શરૃ રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને ચોમાસાની પૂર્વ તૈયારીઓ અંગે મળેલી વર્ચ્યુઅલ પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસામાં નાગરિકોને મુશ્કેલી ન પડે, આપત્તિજનક સ્થિતિમાં તંત્ર ઝડપી અને અસરકારક કામગીરી કરે તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા જર્જરિત મકાનો, બિલ્ડિંગોની યાદી તૈયારી કરી જરૃરી કાર્યવાહી હાથ ધરવા, મુખ્ય માર્ગો પર આવેલા જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા, કંટ્રોલ રૃમ ૨૪ કલાક કાર્યરત રાખવા ઉપરાંત સ્વચ્છતા જળવાઈ રહે, વરસાદી પાણીના યોગ્ય નિકાલની આગોતરી કામગીરી કરવા પર ભાર મુકાયો હતો.

સ્થળાંતરની જરૃરિયાત ઊભી થાય તો આશ્રયસ્થાનોમાં પીવાનું પાણી, વીજળી સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવા, તાલુકાવાર જનરેટરની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને શેત્રુંજી નદી, સંવેદનશીલ વિસ્તારોમાં બોટ-રેસ્ક્યુ ટીમોને સજ્જ રાખવા, જર્જરિત પુલોને તાત્કાલિક બંધ કરી ડાયવર્ઝનની વ્યવસ્થા ઉભી કરવા, વરસાદી પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે તાકીદના પગલા લેવા, મેડિકલ ટીમો અને દવાઓનો જથ્થો સજ્જ રાખવા તેમજ સગર્ભા મહિલાઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર, મ્યુનિ. કમિશનરે પ્રિ-મોન્સુન કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરી વિવિધ તૈયારીઓ અંગે વિગતવાર મા!તિી આપી હતી.