Get The App

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોને ઈસ્ત્રી, સંચા, પાણીની ટાંકી, ચીમની, પતંગ, સહિતના સિમ્બોલ ફાળવાયા

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોને ઈસ્ત્રી, સંચા, પાણીની ટાંકી, ચીમની, પતંગ, સહિતના સિમ્બોલ ફાળવાયા 1 - image

Jamnagar Corporation Elections : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, અને ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા, સપા, તેમજ અન્ય માન્ય પક્ષો કે જેઓ દ્વારા પોતાના સિમ્બોલના આધારે ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે.

ત્યારે ગઈકાલે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું તેની સાથે જ રીટર્નિંગ ઓફિસર દ્વારા જુદા જુદા વોર્ડના અપક્ષ ઉમેદવારને તેઓના સિમ્બોલની ફાળવણી કરી દીધી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષની ઉમેદવારી કરનારા કેટલાક ઉમેદવારો કે જેઓને તેમના નિશાન માટે ઈસ્ત્રી, સંચો, પાણીનો ટાંકો, ચીમની, પતંગ સહિતના અલગ અલગ સિમ્બોલની ફાળવણી કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત તમામ ઉમેદવારોના ક્રમ નંબર પણ નક્કી કરી દેવાયા છે અને તે પ્રકારની યાદી રિટર્નિંગ ઓફિસરની કચેરીમાં લગાવી દેવામાં આવી છે. જેથી હવે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે.