Gujarat

ગેરરીતિના આક્ષેપોની તપાસમાં કચ્છ યુનિ.ની પીએચડી પ્રવેશ પરીક્ષા રદ્દ

By GS Team
23 Jun 20202 mins read
This article was originally published on 23 Jun 2020
ગેરરીતિના આક્ષેપોની તપાસમાં કચ્છ યુનિ.ની પીએચડી પ્રવેશ પરીક્ષા રદ્દ

ભુજ, સોમવાર 

લોકડાઉન પહેલા કચ્છ યુનિવર્સીટી દ્વારા લેવાયેલી પીએચડી પ્રવેશ પરીક્ષામાં નિયમો નેવે મુકીને સંચાલકોએ કામગીરી કરી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી સંગઠનોએ આંદોલન કરીને વિરોધ કર્યો હતો. જે બાદ તટસૃથ તપાસ માટે સમિતીની રચના કરાઈ હતી. આ સમિતિએ આપેલા રિપોર્ટના પગલે અંતે રસાયણશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગુજરાતી અને આૃર્થશાસ્ત્રની પીએચડી પ્રવેશ પરીક્ષાની સમગ્ર કામગીરી રદબાતલ ઠરાવાઈ છે. હવે નવેસરાથી પ્રવેશ પરીક્ષા લેવાશે.

નવેસરથી પીએચડી  પ્રવેશ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાશે,  પરીક્ષા ફી નહીં લેવાય, તપાસ સમિતિના રિપોર્ટ બાદ કુલપતિ તથા એક્ઝિકયુટીવ કાઉન્સીલે નિર્ણય લીધો

આ અંગે યુનિર્વસીટી દ્વારા જણાવાયું હતું કે, વર્ષ ૨૦૧૯-૨૦માં પીએચડી પ્રવેશ પરીક્ષાના પીઈટી-૧, પીઈટી-૨ અને પીઈટી-૩ના તબક્કામાં પ્રવેશ પરીક્ષા યોગ્ય રીતે ન લેવાઈ હોવાના આક્ષેપ ઉઠયા હતા. આ મુદે છાત્રોએ લેખિત ફરીયાદો કરી હતી. જેના પગલે ડો.મનીષ પંડયાના વડપણ નીચે પીએચડી પ્રવેશ પરીક્ષા તપાસ સમિતિની રચના કરાઈ હતી. સમિતિ દ્વારા છાત્રોની જુબાની સાંભળવા ઉપરાંત યુનિવર્સીટીના અિધકારીઓ અને કર્મચારીઓને રૃબરૃ બોલાવી જરૃરી સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું હતું. જે  બાદ તૈયાર કરેલો રીપોર્ટ સમિતિ  દ્વારા કુલપતિને અપાયો હતો. કુલપતિ અને એક્ઝિક્યુટીવ કાઉન્સીલે રીપોર્ટના અનુસંધાને  રસાયણશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિષયની  તબક્કા-૧ (પીઈટી-૧) અને ગુજરાતી અને આૃર્થશાસ્ત્ર વિષયની તબક્કા-૨ (પીઈટી-૨)ની પીએચડી પ્રવેશ પરીક્ષા , પરીણામ , જીડીપીઆઈ અને તે પછીની તમામ પ્રક્રિયા રદબાતલ કરી દિાધી છે.  આ વિષયો સિવાયના તબક્કા અને વિષયોની પરીક્ષાઓ, પરીણામો અને અન્ય કામગીરી માન્ય રહેશે અને તેની આગળની પ્રક્રીયા ચાલુ રખાશે. જ્યારે ઉપરોકત વિષયની પરીક્ષાની નવી તારીખો હવે જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા માટે વિદ્યાર્થી પાસેાથી હવે પછી નવા પરીક્ષા ફોર્મ ભરાવવા કે પીએચડી પ્રવેશ પરીક્ષા ફી લેવામાં આવશે નહી. રદ થયેલી પરીક્ષા ટુંક સમયમાં લેવામાં આવશે. નેટ સ્લેટ પાસ છાત્રો પણ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.