Gujarat

જખૌના ક્રિક વિસ્તારમાં રૃ.ર૪ લાખની કિંમતના ચરસના ૧૬ પેકેટ મળી આવ્યા

By GS Team
21 May 20202 mins read
This article was originally published on 21 May 2020
જખૌના ક્રિક વિસ્તારમાં રૃ.ર૪ લાખની કિંમતના ચરસના ૧૬ પેકેટ મળી આવ્યા

ભુજ, બુધવાર

કચ્છના જખૌના ક્રિક વિસ્તારમાંથી આજે આશરે રૃ.૨૪ લાખની કિંમતના ચરસના ૧૬ જેટલા પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડાધામ મચી જવા પામી છે. થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના દરિયા કિનારેાથી આતંકવાદી પ્રવૃત્તિ થવાના ઈનપુટ આપવામાં આવ્યા હતા. તેવી સિૃથતિ વચ્ચે મળેલા ચરસના આ પેકેટ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જો કે કચ્છના દરિયાકાંઠે છેલ્લા કેટલાક સમયાથી ચરસ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરીના કેસો વધ્યા છે. ત્યારે આ પેકેટ પણ સીમાપારના કોઈ ડ્રગ માફિયા તત્વો દ્વારા દરિયામાં ફેંકાયા હોવાની શક્યતા એજન્સીઓ વ્યક્ત કરી રહી છે.

આજે પુર્વ બાતમીના આાધારે જખૌના ક્રિક વિસ્તારમાં આવેલ શેખરણપીર ટાપુ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચરસના ૧૬ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ દરિયામાંથી તરતા-તરતા ક્રિક વિસ્તારમાં આવ્યા હોવાની આશંકા દર્શાવાઈ છે. પોલીસની ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અગાઉ પણ જખૌના દરિયાઈ વિસ્તારમાં કરોડોના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. ત્યારે ફરી નાપાક પ્રવૃતિ થઈ રહી હોવાનું સપાટી પર આવી છે. એકતરફ સમગ્ર ભારતમાં લોકડાઉનની પરિસિૃથતી છે, બીજીતરફ ચરસનો જથૃથો પકડાયો છે. ત્યારે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. આ ડ્રગ્સ સામે પારાથી મોકલાયા છે કે કેમ તે એક પ્રશ્ન ઉભો થયો છે. એક યા બીજી રીતે દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. હજુ થોડા દિવસો પુર્વે દરિયાઈ વિસ્તારમાં ધુસણખોરી થવાની શક્યતાને લઈને એલર્ટ અપાયું હતું અને તમામ એજન્સીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.  આજે જ્યાર ેચરસના પેકેટ પકડાયા છે. ત્યારે કાંઠાળ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. નલીયા, કોઠારા, જખૌ, દયાપર, નારાયણ સરોવર, મરીન પોલીસ દ્વારા તપાસ શરૃ કરાઈ છે. સીમા સુરક્ષા અને જખૌ કોસ્ટગાર્ડ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય, જળસીમા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબીયાનાના જણાવ્યા પ્રમાણે બાતમીના આાધારે આ પેકેટ મળ્યા છે. બાતમીદારને ઈનામ પણ આપવામાં આવશે. તેવું તેમણે ઉમેર્યું હતું. ચરસના આ પેકેટની કોઈને ડીલીવરી આપવાની હતી કે પછી સરહદની સુરક્ષાની ચકાસણી કરવા માટે નાપાક તત્વોનું આ કારસ્તાન છે? તેવા સવાલનો જવાબ શોધવા એજન્સીઓ માથામણ કરી રહી છે.

થરાદ નજીકી રૃ.નવ લાખનો પોશડોડાનો જથ્થો ઝડપાયો

સરહદી રેન્જની ટુકડીએ થરાદ નજીક ૯ લાખની કિંમતનો પોશડોડાનો જથૃથો પકડી પાડયો હોવાનું જાણવા મળે છે.  રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ અને આર.આર.સેલની ટીમે બેવટા ગામે પોશડોડાનો જથૃથો ૩૨૪ કિલો કીંમત ૯,૭૨,૪૫૦ તેમજ કાર કબ્જે કરી હતી. આ બનાવમાં રાજસૃથાનના બિરબલકુમાર ઉર્ફે બલવીર બાબુલાલ બિશ્નોઈ અને શ્રવણકુમાર ઉર્ફે સન્નુ તાજારામ જાટ વિરુધૃધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેવું રીડર પીઆઈ એ.ડી.સુાથારે જણાવેલ હતું.